• IPLમાં ચેન્નાઈની દરેક મેચમાં ધોનીની જલક જોવા ફેન્સ આતુર હોય છે
  • ક્રિકેટરની સાથે સાથે ધોની સિંગર પણ બની ગયો છે
  • સુરેશ રૈનાએ પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમી રહ્યા છે. IPLમાં ચેન્નાઈની દરેક મેચમાં ધોનીની જલક જોવા ફેન્સ આતુર હોય છે. ભલે તે કેપ્ટન હોય કે ન હોય પરંતુ વિપક્ષી ટીમ પર તેમનું પ્રભુત્વ જોવા મળે છે. ક્રિકેટરની સાથે સાથે ધોની સિંગર પણ બની ગયો છે. સુરેશ રૈનાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

સુરેશ રૈનાએ શેર કર્યો વીડિયો

સુરેશ રૈનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એમએસ ધોની સાઈકલ ચલાવતા ગીત ગાતા જોવા મળે છે. સુરેશ રૈનાએ કેપ્શનમાં લખ્યું, 'તમે આ શું કર્યું?' ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સે ધોનીને પહેલીવાર ગીત ગાતા જોયો છે. તેઓ ધોનીની સિંગીંગનો ચાહક બન્યા છે, ધોનીના અવાજનો જાદુ ચાહકોને પ્રભાવિત કરી રહ્યો છે.


ધોનીએ ગીત ગાયું

ધોની સાઇકલની જાહેરાત કરતા હતા. આ દરમિયાન ધોની ફાલ્ગુની પાઠકનું હિટ ગીત 'બોલે જો કોયલ બાગો મેં..' ગાતા જોવા મળ્યા હતા. તેઓ જે સાયકલ ચલાવતા હતા તેની આ જાહેરાત હતી. ધોનીને ગાતા જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક ચાહકોએ આને 2024નું સર્વશ્રેષ્ઠ સરપ્રાઇઝ ગણાવ્યું. કેટલાક લોકોએ ધોનીને ફાલ્ગુની પાઠક કરતા શ્રેષ્ઠ સિંગર ગણાવ્યો હતો.

દિલ્હી સામે બલ્લો ચાલ્યો

IPL 2024માં એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. 8માં નંબરે બેટિંગ કરવા આવેલા ધોનીએ 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં નોર્ખિયાને 20 રન માર્યા હતા. જો કે ચેન્નાઈને 20 રને મેચ હારવી પડી હતી. ફેન્સ ધોનીને ફરી એકવાર SRH સામે બેટિંગ કરતા જોવા માંગશે.

  • Follow us on: