• IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રીજી હાર
  • મુંબઈની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાશે
  • મુંબઈની ટીમમાં સૂર્યાકુમાર યાદવની વાપસી થઈ છે

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રણ મેચ હારી છે. મુંબઈની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાશે. આ મેચ પહેલા MI માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના ધાકડ બેટ્સમેન સૂર્યાકુમાર યાદવની વાપસી થઈ છે. સૂર્યા સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્યાની વાપસી બાદ મુંબઈનો મિડલ ઓર્ડર ખૂબ જ મજબૂત થશે. પરંતું સૂર્યાની એન્ટ્રી બાદ એક ખેલાડીનું પત્તુ કપાવું નિશ્વિત છે.

નમન ધીરની જગ્યા ખતરામાં

સૂર્યકુમાર ભારતીય ખેલાડી છે, તેથી એક ભારતીય ખેલાડી પ્લેઇંગ-11માંથી બહાર થશે. સૂર્યના પાછા ફરવાથી નમન ધીરની જગ્યા પર ખતરો છે. આ સિઝનમાં નમનનું અત્યાર સુધીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે 3 મેચમાં માત્ર 16.67ની એવરેજથી 50 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહોતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ પહેલા તેણે હૈદરાબાદ સામે 14 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનમાં MIની પ્રથમ મેચમાં તેણે 10 બોલમાં 20 રન બનાવ્યા હતા.

મુંબઈની સતત ત્રણ મેચમાં હાર

સૂર્યકુમાર યાદવની વાપસીથી મુંબઈ ઈન્ડિયન્સનો મિડલ ઓર્ડર મજબૂત થશે. IPL 2024માં MIનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ફ્રેન્ચાઇઝીએ 3 મેચ રમી છે અને તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે. -1.423ના નેટ રન રેટ સાથે, ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે NCAએ સૂર્યકુમાર યાદવને રમવાની મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં તે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રમતા જોવા મળી શકે છે. આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે.

સૂર્યા લાંબા સમયથી ક્રિકેટથી દૂર

ડિસેમ્બર 2023થી સૂર્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેણે સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી હતી. લગભગ 4 મહિનાની રિકવરી પછી તે વાપસી ફરવા માટે તૈયાર છે. IPLમાં સૂર્યકુમારના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 39 મેચમાં 32.17ની એવરેજ અને 143.32ની સ્ટ્રાઈક રેટથી 3249 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 21 ફિફ્ટી અને 1 સદી ફટકારી છે. IPLમાં સૂર્યકુમાર યાદવનો સર્વોચ્ચ સ્કોર 103* રન છે.

  • Follow us on: