દુલીપ ટ્રોફી 2024માં ચોથા દિવસે રમત ચાલુ છે. બેંગલુરુમાં ઈન્ડિયા A અને ઈન્ડિયા B વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈન્ડિયા A તરફથી રમી રહેલા કેએલ રાહુલે પણ બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા પોતાનો દાવો ઠોક્યો છે. તેણે ઈન્ડિયા B સામે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જોકે આશા હતી કે રાહુલ મોટી ઇનિંગ્સ રમશે, પરંતુ તે ફિફ્ટી બનાવીને આઉટ થઈ ગયો હતો.
તેણે 121 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેને મુકેશ કુમારે આઉટ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 7 ફોર ફટકારી હતી. આ પહેલા આ મેચની પ્રથમ ઇનિંગમાં રાહુલે 111 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે ચાર ફોર ફટકારી હતી. તેની ઈનિંગની ટીકા પણ થઈ હતી.
બાંગ્લાદેશ સિરીઝમાંથી મળી શકે સ્થાન
ભારતને આગામી સમયમાં બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાની છે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે દાવો ઠોક્યો છે. રાહુલ ટીમ ઈન્ડિયામાં 5 કે 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.લ રિષભ પંત અને ધ્રુવ જુરેલની હાજરીને કારણે ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર તરીકે સ્થાન મેળવવું તેમના માટે ઘણું મુશ્કેલ છે. જોકે, તે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે જોવા મળી શકે છે. શ્રેયસ ઐયરના ખરાબ ફોર્મના કારણે તેનો દાવો વધુ મજબૂત બન્યો છે.
રિષભ પંત ફોર્મમાં પરત ફર્યો
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફોર્મમાં પરત ફર્યો છે. ઈન્ડિયા B તરફથી રમતા તેણે ઈન્ડિયા A વિરુદ્ધ 34 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, તે પણ પ્રથમ દાવમાં ફ્લોપ રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 7 રન બનાવ્યા હતા. પંત 21 મહિના પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમી રહ્યો છે. ઈન્ડિયા B તરફથી રમતા તેણે બીજી ઈનિંગમાં 47 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 9 ફોક અને બે છગ્ગા ફટકાર્યા હતા.