શુભમન ગિલ દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા A ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારત A ની મેચ ભારત B સામે છે. હવે આ મેચમાં શુભમન ગિલની ટીમ પર હારનો ખતરો છે. બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલના ખરાબ ફોર્મે પણ ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધારી દીધું છે. પહેલી મેચમાં જ શુભમન ગિલનો ફ્લોપ શો જોવા મળ્યો હતો, જે બાદ હવે ગિલને ટેસ્ટ ટીમમાંથી બહાર થવાનો ખતરો છે.
બીજી ઈનિંગમાં પણ ફ્લોપ રહ્યો શુભમન ગિલ
દુલીપ ટ્રોફી 2024માં શુભમન ગિલનું અત્યાર સુધી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ગિલનો ફ્લોપ શો પ્રથમ દાવથી બીજી ઈનિંગ સુધી પણ ચાલુ રહ્યો. બીજા દાવમાં જ્યારે ટીમને તેના સુકાની પાસેથી સારી ઈનિંગની આશા હતી ત્યારે ગિલ નિરાશ કર્યા. બીજી ઈનિંગમાં ગિલના બેટમાંથી માત્ર 21 રન જ આવ્યા હતા.
Also Read
'હાર્દિક વગર તમે...', નતાશા સ્ટેનકોવિકની પોસ્ટ પર થયો મોટો ખુલાસો
સારા કે અનન્યા... શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યો છે? જાણો સત્ય
6,6,6,6,6,6,6,6,4,4,4,4... એક ઓવરમાં 77 રન, દિગ્ગજ ક્રિકેટરના નામે શરમજનક રેકોર્ડ
નવદીપ સૈનીએ બીજી ઈનિંગમાં ગિલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પહેલા દાવમાં પણ શુભમન ગિલ માત્ર 25 રન જ બનાવી શક્યો હતો. હવે ગિલના ખરાબ પ્રદર્શન બાદ રોહિત એન્ડ કંપનીનું ટેન્શન પણ વધવા લાગ્યું છે.
ગિલને ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે?
શુભમન ગિલના આ ખરાબ પ્રદર્શન બાદ મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું શુભમન ગિલને બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક મળશે? બીજી તરફ કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારો પણ ગિલના ખરાબ પ્રદર્શનથી ખુશ નહીં હોય.
આ દુલીપ ટ્રોફી ખેલાડીઓ માટે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવાની BCCIની છેલ્લી તક હતી, આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને જ આગામી ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં શુભમન ગિલ પર ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાની તલવાર લટકતી જોવા મળી રહી છે.