આ વખતે ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ દુલીપ ટ્રોફી 2024માં રમતા જોવા મળી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરીને ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પોતાનો દાવો મજબૂત કરવા માંગે છે. દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા Aની મેચ ઈન્ડિયા B સામે ચાલી રહી છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલ, મુશીર ખાન, આકાશ દીપ જેવા સ્ટાર્સ જોવા મળે છે. જ્યારે મુકેશ કુમાર, શુભમન ગિલ, કુલદીપ યાદવ એકબીજા સામે રમી રહ્યા છે. આ મેચમાં મુકેશ કુમારની બોલિંગ પર આકાશદીપ ઈજાગ્રસ્ત થતા બચી ગયો હતો.
બોલ આકાશદીપની છાતીમાં વાગ્યો
આ મેચમાં મુકેશ કુમાર ઈન્ડિયા A ના દાવ દરમિયાન 70મી ઓવર નાખવા આવ્યો હતો. આ દરમિયાન આકાશદીપ તેનો સામનો કરી રહ્યો હતો. આ ઓવરનો ચોથો બોલ અચાનક આકાશદીપની છાતીમાં વાગ્યો હતો. જે બાદ મુકેશ કુમાર તરત જ તેમની પાસે પહોંચ્યા અને તેમની તબિયત પૂછી હતી. આ દરમિયાન આકાશદીપ પીડામાં દેખાયો હતો.
અંતે મુકેશ કુમારે આકાશદીપની વિકેટ પણ લીધી હતી. આકાશદીપ 29 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. આ સિવાય મુકેશ કુમારે 19 ઓવરમાં 62 રન આપીને 3 વિકેટ લીધી હતી.
રિષભ પંત ફોર્મમાં પાછો ફર્યો
આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પણ પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. તેણે ઈન્ડિયા B સામે શાનદાર ફિફ્ટી ફટકારી છે. તેણે માત્ર 34 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પંત પ્રથમ દાવમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો. તેણે માત્ર સાત રન બનાવ્યા હતા. પંત લગભગ 21 મહિના પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. પંતનું ફોર્મમાં વાપસી ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત છે. ભારતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને 3 મેચની T20 સીરીઝ રમવાની છે.