અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ બેટ અને બોલ વચ્ચે સંતુલન બનાવે છે, જેના કારણે ચાહકો જબરદસ્ત મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમમાં રમાયેલી અગાઉની મેચો પર નજર કરીએ તો અહીં ઝડપી અને સ્પિન બંને બોલરોને વિકેટ મળી છે. જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ બેટિંગ કરવાનું સરળ થતું જાય છે. મેચ દરમિયાન તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ
લિસ્ટ A મેચોમાં પાકિસ્તાન A સામે ભારત A નો રેકોર્ડ ઘણો સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયા 9 વખત જીતી શકી છે જ્યારે પાકિસ્તાન માત્ર 5 વખત જીત્યું છે. પાકિસ્તાન A ટીમ છેલ્લી વખત ટીમ ઇન્ડિયાને હરાવીને ઇમર્જિંગ એશિયા કપ 2023ની ચેમ્પિયન બની છે.
અહીં ફ્રીમાં મેચ જોઈ શકશો મેચ
T20 ઇમર્જિંગ એશિયા કપ 2024માં ભારત A અને પાકિસ્તાન શાહીન વચ્ચેની આ રોમાંચક મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં ફેનકોડ એપ અને વેબસાઇટ પર હશે. આ સિવાય મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. અહીં તમે ફ્રીમાં મેચની મજા માણી શકો છો.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, પ્રભસિમરન સિંહ, નેહલ વઢેરા, અંશુલ કંબોજ, રિતિક શૌકીન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચહર.
ઇન્ડિયા A ટીમ- તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, પ્રભસિમરન સિંહ, નેહલ વઢેરા, અંશુલ કંબોજ, રિતિક શૌકીન, આકિબ ખાન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચાહર.
પાકિસ્તાન A ટીમ- મોહમ્મદ હરિસ (કેપ્ટન), અબ્બાસ આફ્રિદી, કાસિમ અકરમ, અહેમદ દાનિયાલ, શાહનવાઝ દહાની, મોહમ્મદ ઈમરાન, હસીબુલ્લા ખાન, યાસિર ખાન, જમાન ખાન, અરાફત મિન્હાસ, સુફિયાન મોકિમ, મેહરાન મુમતાઝ, અબ્દુલ સમદ, ઓમેર યુસુફ.