• ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
  • 29 ઓગસ્ટથી લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે
  • ઈંગ્લેન્ડે આ ટેસ્ટ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે

ઇંગ્લેન્ડની ટીમ 29 ઓગસ્ટથી લોર્ડ્સમાં શ્રીલંકા સામે બીજી ટેસ્ટ રમશે. ઈંગ્લેન્ડે આ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. આ ટેસ્ટ 29 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમમાં 3 વર્ષ બાદ ઘાતક બોલરની એન્ટ્રી થઈ છે. ઈંગ્લેન્ડે તોફાની બોલર ઓલી સ્ટોનનો ટીમમાં સમાવેશ કર્યો છે. સ્ટોન ફાસ્ટ બોલર માર્ક વુડનું સ્થાન લેશે. સ્ટોને તેની છેલ્લી ટેસ્ટ જૂન 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

વુડની ઝડપને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે

સ્ટોન કહે છે કે તે માર્ક વૂડની ઝડપને મેચ કરવાનો પ્રયાસ કરશે. વુડે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 156 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન તેને જાંઘમાં ઈજા થઈ હતી, જેના કારણે તે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં વુડના બદલે સ્ટોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે બાકીની પ્લેઇંગ ઇલેવન પ્રથમ ટેસ્ટની જેમ જ રહેશે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ ટેસ્ટ સિરીઝ ત્રણ મેચની હશે.

ઈજાના કારણે બહાર છે

ખાસ વાત એ છે કે સ્ટોને 2019માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બે વર્ષ પછી 2021માં તે ઈજાગરસ્ત થયો હતો. જે બાદ તેની પીઠની સર્જરી કરવામાં આવી હતી. જેમાં બે સ્ક્રૂ નાખવામાં આવ્યા હતા. સ્ટોન ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. તેણે પોતાની કારકિર્દીમાં માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમી છે.

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

બેન ડકેટ, ડેન લોરેન્સ, ઓલી પોપ (C), જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (WK), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, મેથ્યુ પોટ્સ, ઓલી સ્ટોન, શોએબ બશીર


  • Follow us on: