• યુએઈમાં મહિલા T20 વર્લ્ડકપનું આયોજન થશે
  • ICCએ ટૂર્નામેન્ટ માટે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે
  • મહિલા T20 વર્લ્ડકપ 03 ઓક્ટોબરથી શરૂ થશે

આ વખતે યુએઈમાં મહિલા T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ICCએ ટૂર્નામેન્ટ માટે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. T20 વર્લ્ડકપ 03 ઓક્ટોબરથી શરૂ થશે. ICCએ સોમવારે સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું હતું. વર્લ્ડકપ પહેલા પ્રેક્ટિસ મેચો પણ રમાશે. ICCએ મંગળવારે પ્રેક્ટિસ મેચનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમશે. જ્યાં તેમનો સામનો બે મજબૂત ટીમો સામે થશે. જે ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત છે.

આ બંને ટીમો સાથે ભારતનો મુકાબલો થશે

મહિલા T20 વર્લ્ડકપ પહેલા દુબઈમાં ભારત બે વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાનો સામનો કરશે. ભારત 29 સપ્ટેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે જ્યારે હરમનપ્રીત કૌરની ટીમ 1 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે ટકરાશે. મહિલા T20 વર્લ્ડકપ રમી રહેલી તમામ 10 ટીમો બે-બે પ્રેક્ટિસ મેચ રમશે. 28 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને સ્કોટલેન્ડ અને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચો સાથે પ્રેક્ટિસ મેચ શરૂ થશે. વર્લ્ડકપની પ્રથમ મેચ 03 ઓક્ટોબરે રમાશે.

પ્રેક્ટિસ મેચોનું સંપૂર્ણ સમયપત્રક

  • 28 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિ સ્કોટલેન્ડ (સેવન્સ, દુબઈ)
  • 28 સપ્ટેમ્બર: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ (ICCA 1, દુબઈ)
  • 29 સપ્ટેમ્બર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા (સેવન્સ, દુબઈ)
  • સપ્ટેમ્બર 29: ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ICCA 2, દુબઈ)
  • સપ્ટેમ્બર 29: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ICCA 1, દુબઈ)
  • 30 સપ્ટેમ્બર: શ્રીલંકા વિરુદ્ધ સ્કોટલેન્ડ (સેવન્સ, દુબઈ)
  • 30 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન (ICCA 2, દુબઈ)
  • 01 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (સેવન્સ, દુબઈ)
  • 01 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ (ICCA 2, દુબઈ)
  • 01 ઓક્ટોબર: સાઉથ આફ્રિકા વિ ભારત (ICCA 1, દુબઈ)

આ ટીમોની ટુકડીઓની જાહેરાત

ICC T20 વર્લ્ડકપ માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જ્યાં ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ Aમાં સામેલ છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોને સામેલ કરવામાં આવી છે. આ સમાચાર આવ્યા ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

  • Follow us on: