• ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી જાહેરાત કરી છે
  • ઘરેલું સ્તરની ટૂર્નામેન્ટમાં ઈનામી રકમમાં કર્યો વધારો
  • તેનાથી ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત થશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલું સ્તરે તમામ મહિલા અને જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' એવોર્ડ વિજેતાઓ માટે ઈનામની રકમ રજૂ કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, BCCI સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે મેન્સ ક્રિકેટમાં વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં 'પ્લેયર ઓફ ધ મેચ'ને ઈનામની રકમ આપવામાં આવશે. તેનાથી ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત થશે.

વિજય હજારેને પ્લેયર ઓફ ધ મેચ માટે ઈનામી રકમ આપવામાં આવશે.

BCCI સેક્રેટરીએ કહ્યું કે, અમે અમારા ડોમેસ્ટિક ક્રિકેટ પ્રોગ્રામના ભાગરૂપે તમામ મહિલા અને જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમ રજૂ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સિનિયર પુરુષો માટે વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ માટે ઈનામી રકમ આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક સર્કિટમાં શ્રેષ્ઠ પ્રદર્શનને ઓળખવા અને પુરસ્કાર આપવાનો છે. આ પ્રયાસમાં અતૂટ સમર્થન માટે એપેક્સ કાઉન્સિલનો હૃદયપૂર્વક આભાર. અમે સાથે મળીને અમારા ક્રિકેટરો માટે વધુ સારું વાતાવરણ બનાવી રહ્યા છીએ. જય હિન્દ.

રણજી ટ્રોફી વિજેતાને 5 કરોડ રૂપિયા મળ્યા

ગયા વર્ષે, BCCIએ ઘરેલું ટૂર્નામેન્ટ માટે ઈનામની રકમ વધારી હતી અને રણજી ટ્રોફી વિજેતાને 5 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. ઈરાની કપ માટે રોકડ ઈનામ પણ બમણું કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાને 25 લાખને બદલે 50 લાખ રૂપિયા અને રનર્સ અપને 25 લાખ રૂપિયા મળ્યા હતા. દુલીપ ટ્રોફીમાં હવે ચેમ્પિયનને 1 કરોડ રૂપિયા અને રનર્સ અપને 50 લાખ રૂપિયા મળે છે, જ્યારે વિજય હજારે ટ્રોફીના વિજેતાને 1 કરોડ રૂપિયા અને બીજા સ્થાને રહેલી ટીમને 50 લાખ રૂપિયા મળે છે.

ભારતે T20 વર્લ્ડકપ જીત્યો

ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપની ટ્રોફી જીતી છે. રોહિત શર્મા બીજા એવા કેપ્ટન બન્યા જેની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપની ટ્રોફી જીતી. ભારતીય ટીમે T20 વર્લ્ડકપ જીતતાની સાથે જ BCCIએ તેમના માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી.

  • Follow us on: