- દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહી છે
- જાડેજા, સિરાજ અને ઉમરાન મલિક પહેલા રાઉન્ડમાંથી બહાર
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે માહિતી આપી
દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહી છે. આ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે માહિતી આપી છે. જાડેજા ટીમ B તરફથી રમવા જઈ રહ્યો હતો. પરંતુ તેને છોડી મુકવામાં આવ્યો છે. સિરાજ અને ઉમરાન બીમારીના કારણે રમી શકશે નહીં. તેથી તેમના સ્થાને નવદીપ સૈની અને ગૌરવ યાદવને તક આપવામાં આવી છે.
સિરીજની જગ્યાએ નવદીપ સૈનીને મળ્યું સ્થાન
ફાસ્ટ બોલર સિરાજને ટીમ Bમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તે બીમારીના કારણે રમી શકશે નહીં. ટીમ બીમાં સિરાજની જગ્યાએ નવદીપ સૈનીને તક આપવામાં આવી છે. નવદીપ એક અનુભવી બોલર છે અને તેણે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નવદીપ ટીમ Bમાં અભિમન્યુ ઇશ્વરની કેપ્ટનશીપ હેઠળ રમશે. નવદીપના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો તે ભારત માટે 8 ODI મેચ રમ્યો છે. તેણે 2 ટેસ્ટ અને 11 T20 પણ રમી છે. તેણે લિસ્ટ Aમાં 101 અને ફર્સ્ટ ક્લાસમાં 184 વિકેટ લીધી છે.
ઉમરાનની જગ્યાએ ગૌરવને ટીમ Cમાં સ્થાન મળ્યું
ઉમરાન મલિક વિશે વાત કરીએ તો, તે રૂતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ ટીમ Cનો ભાગ હતો. ઉમરાન પણ બીમાર છે. તેથી તેઓ રમી શકશે નહીં. ઉમરાનની જગ્યાએ ગૌરવ યાદવને ટીમ Cમાં જગ્યા મળી છે. ગૌરવે 37 ફર્સ્ટ ક્લાસ મેચમાં 141 વિકેટ લીધી છે. તેણે 23 લિસ્ટ A મેચમાં 48 વિકેટ લીધી છે. ગૌરવ હવે સૂર્યકુમાર યાદવ અને ગાયકવાડ જેવા મહાન ખેલાડીઓ સાથે રમશે. BCCIએ અપડેટેડ ટીમ જાહેર કરી છે.
અહીં ક્લિક કરી જુઓ અપડેટેડ ટીમ
દુલીપ ટ્રોફી 2024 અપડેટેડ ટીમ
ઈન્ડિયા B: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી , એન. જગદીસન.
ઈન્ડિયા C: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દ્રજીત, રિતિક શૌકીન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિષક વિજયકુમાર, અંશુલ ખંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કંડે, આર્યન જુયાલ, સંદીપ વોરિયર.