• ઈંગ્લેન્ડ ડિસેમ્બરમાં ODI અને T20 સીરિઝ રમશે
  • બંને સીરિઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે
  • વર્લ્ડ કપના 9 ખેલાડીઓને ટીમમાંથી કરાયા બહાર

ઈંગ્લેન્ડે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ત્રણ મેચની ODI અને પાંચ મેચની T20 સીરિઝ માટે તેની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપના 9 ખેલાડીઓને ઈંગ્લેન્ડની ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જો કે ટીમની કમાન જોસ બટલર પાસે છે.

ઈંગ્લેન્ડના 9 ખેલાડીઓને કર્યા બહાર

વર્લ્ડ કપના 9 ખેલાડીઓ ઈંગ્લેન્ડની ODI ટીમમાંથી બહાર થઈ ગયા છે. વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટો, ઓપનર ડેવિડ મલાન, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, સિનિયર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન જો રૂટ જેવા ખેલાડીઓ સામેલ નથી. જો કે ટીમની કમાન જોસ બટલર પાસે છે.

જોકે, વર્લ્ડ કપ ટીમના 6 ખેલાડીઓ ચોક્કસપણે આ ટીમનો ભાગ છે. જેમાં કેપ્ટન જોસ બટલર, સ્પિન ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન, ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન, બ્રેન્ડન કાર્સ અને ઓલરાઉન્ડર સેમ કુરાનનો સમાવેશ થાય છે.

3 ડિસેમ્બરથી ODI સીરિઝ થશે શરુ

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડને 3 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની છે. આ પછી, 12 ડિસેમ્બરથી બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમાશે. વેસ્ટ ઈન્ડિઝે હજુ સુધી આ સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ - જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, ગુસ એટકિન્સન, હેરી બ્રુક, બ્રેન્ડન કાર્સ, જેક ક્રોલી, સેમ કુરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન, ઓલી પોપ, ફિલ સોલ્ટ , જોશ તુંગ અને જ્હોન ટર્નર.

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ - જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, મોઈન અલી, ગુસ એટકિન્સન, હેરી બ્રુક, સેમ કુરાન, બેન ડકેટ, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન, ટાઈમલ મિલ્સ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ , રીસ ટોપલી, જ્હોન ટર્નર અને ક્રિસ વોક્સ.

ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ વનડે સીરિઝનું શેડ્યૂલ

  • 3 ડિસેમ્બર- ​​1લી ODI (એન્ટિગુઆ)
  • 6 ડિસેમ્બર- ​​2જી ODI (એન્ટિગુઆ)
  • 9 ડિસેમ્બર- ​​ત્રીજી ODI (બાર્બાડોસ)

ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ T20 સીરિઝનું શેડ્યૂલ

  • 12 ડિસેમ્બર- ​​પ્રથમ T20
  • 14 ડિસેમ્બર- ​​બીજી ટી20
  • 16 ડિસેમ્બર- ​​ત્રીજી T20
  • 19 ડિસેમ્બર- ચોથી T20
  • 21 ડિસેમ્બર- ​​પાંચમી T20

  • Follow us on: