ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. હવે ઈંગ્લેન્ડે મુલતાનમાં 7 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ઈજાના કારણે પ્રથમ મેચમાં નહીં રમે. તેમના સ્થાને ઓલી પોપ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે.


બ્રેડન કાર્સને ડેબ્યૂ કરવાની મળી તક

ડરહામનો ઝડપી બોલર બ્રેડન કાર્સ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરશે. સમરસેટનો સ્પિનર ​​જેક લીચ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસ બાદ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં પરત ફરી રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. ઓપનર બેટ્સમેન જેક ક્રાઉલી તેની આંગળીની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે અને પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે.

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગની જવાબદારી જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ અને હેરી બ્રુક પર રહેશે. ડકેટ અને બ્રુક છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને એકલા હાથે ઈંગ્લેન્ડની ટીમને ઘણી મેચ જીતવામાં મદદ કરી છે. પાકિસ્તાનમાં જો રૂટનો અનુભવ ઇંગ્લેન્ડ માટે ઉપયોગી થશે અને તે ફરી એકવાર મોટી ઇનિંગ્સ રમવા માટે ઉત્સુક રહેશે.

ઈંગ્લેન્ડે વધુ ટેસ્ટ મેચ જીતી

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 88 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ઈંગ્લેન્ડે 28માં જીત મેળવી છે અને પાકિસ્તાની ટીમ 21માં જીત મેળવવામાં સફળ રહી છે. 39 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.

પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લઈંગ-11

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, બ્રાઈડન કાર્સ, જેક લીચ, શોએબ બશીર


  • Follow us on: