• 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે પાકિસ્તાન સુપર લીગ
  • ઈજા અને એનઓસી ન મળવાનું કારણ આપીને ત્યાંથી પોતાનું નામ પાછું ખેચ્યું
  • ઈંગ્લેન્ડનો ઉંચો ફાસ્ટ બોલર રીસ ટોપલે

પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSL 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પરંતુ, તે પહેલા એક ખેલાડીએ ઈજા અને એનઓસી ન મળવાનું કારણ આપીને ત્યાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જો કે, PSL છોડવાના નિર્ણયના 24 કલાકની અંદર તેણે વધુ એક મોટો નિર્ણય લીધો છે, જે પાકિસ્તાન કદાચ પચાવી શકશે નહીં.ઈંગ્લેન્ડના એક ખેલાડીએ ઘરેલું T20 લીગમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે. જેના પર પાકિસ્તાનને ગર્વ છે. આગામી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચીને તેણે પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSLને તિરસ્કાર દર્શાવ્યો છે.કરાચી અને લાહોર ઉપરાંત આ ટુર્નામેન્ટ મુલ્તાન અને રાવલપિંડીમાં પણ રમાશે. PSL 2024ની મહત્તમ 11 મેચ કરાચીમાં રમવાની છે.

રીસ ટોપલેએ PSLમાંથી કેમ ખસી લીધું

હવે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે, કે રીસ ટોપલેએ પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSL 2024માંથી ખસી જવાનો નિર્ણય શા માટે લીધો? તો તેની પાછળનું કારણ રીસ ટોપલેએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી એનઓસી ન મળવાને જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે ટોપલીએ તેની ઈજા પર જોખમ ન લેવાના કારણે, ECBએ તેને NOC ન આપવાનો નિર્ણય કર્યો છે.

24 કલાકમાં લેવાયેલા આ નિર્ણયને પાકિસ્તાન સહન નહીં કરી શકે

હવે જો એવું છે, તો પછી 24 કલાકની અંદર રીસ ટોપલે દ્વારા લેવામાં આવેલા અન્ય મોટા નિર્ણય વિશે શું? પાકિસ્તાન સુપર લીગમાંથી ખસી ગયાના 24 કલાકની અંદર, ટોપલેએ આંતરરાષ્ટ્રીય T20 લીગ એટલે કે ILT20ના નોક આઉટ તબક્કામાં રમવાની જાહેરાત કરી. તેને આ લીગમાં મુંબઈ અમીરાતની ટીમે સાઈન કરી છે. આ ડીલ કેટલી થઈ તે જાણી શકાયું નથી પરંતુ તે ચોક્કસપણે PSLના હૃદયને વીંધી ગયું છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના લોકો પણ તેને PSLનું અપમાન માની રહ્યા છે.

રીસ ટોપલેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

મહત્વનુ છે કે, રીસ ટોપલેએ સફેદ બોલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ ટીમની મહત્વની કડી છે. વર્ષ 2015માં ડેબ્યૂ કર્યા બાદ, તેણે ઈંગ્લેન્ડ માટે 29 ODIમાં 46 અને 25 T20I મેચમાં 28 વિકેટ લીધી છે. રીસ ટોપલીએ ડિસેમ્બર 2023માં ઈંગ્લેન્ડ માટે તેની છેલ્લી મેચ રમી હતી.

  • Follow us on: