• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
  • આ ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થશે
  • મોન્ટી પાનેસરે રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા

ભારત વિરૂદ્ધ 25 જાન્યુઆરીથી શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સીરિઝ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમ કેપ્ટન રોહિત શર્માથી ડરતી જોવા મળી રહી છે. ભારતમાં ઈંગ્લેન્ડની સિરીઝના જીતના હીરો રહેલા મોન્ટી પાનેસરે રોહિત શર્માને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે.

પાનેસરે રોહિત અંગે આપી પ્રતિક્રિયા

પાનેસરનું કહેવું છે કે અત્યારે રોહિત શર્માથી વધુ ખતરનાક બેટ્સમેન કોઈ નથી. પાનેસરે તો એવો પણ દાવો કર્યો હતો કે રોહિત શર્માના કારણે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પાનેસરે સિરીઝની શરૂઆત પહેલા રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા છે. પાનેસરે કહ્યું, આપણે જોયું છે કે રોહિત શર્મા 2023 ODI વર્લ્ડકપમાં કેવી રીતે રમી શકે છે. રોહિત શર્મા એકલા હાથે રમત બદલી નાખે છે.

રોહિત શર્મા શાનદાર ફોર્મમાં

પાનેસરના શબ્દોનું વજન પણ એટલા માટે છે કારણ કે રોહિત શર્માએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ T20 સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકારીને પોતાના ફોર્મની ઝલક બતાવી છે. રોહિત શર્માએ 2021માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

છેલ્લી વખત 2012માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતને ઘરની ધરતી પર હરાવવામાં સફળ રહી હતી ત્યારે પાનેસર તે ટીમનો એક ભાગ હતો. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં કોઈ સિરીઝ જીતવામાં સફળ રહી નથી. 2021 માં, ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને ચોક્કસપણે હરાવ્યું હતું. પરંતુ આ પછી ભારતે સિરીઝમાં જોરદાર વાપસી કરી અને ઈંગ્લેન્ડને 1-3થી હરાવ્યું. અત્યારે ઈંગ્લેન્ડ પાસે પાનેસર જેવો કોઈ સ્પિનર ​​નથી જે ભારતીય ટીમને કાબૂમાં રાખી શકે.


  • Follow us on: