• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
  • ઈશાન કિશાન ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું
  • ગાવસ્કરના મતે ઈશાન ટીમમાં વાપસી કરશે

પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સ્થાન ન મળવા પર મોટી પ્રતિક્રિયા આપી છે. સુનીલ ગાવસ્કરના મતે ઈશાન કિશન ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરશે.

ઈશાન વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી

વાસ્તવમાં, અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ઈશાન કિશન વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે અને તેથી જ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે જો ઈશાન કિશન વાપસી કરવા ઈચ્છે છે તો સૌથી પહેલા તેણે રણજી મેચ રમવી પડશે, પરંતુ સમાચાર આવ્યા કે ઈશાન કિશને ઝારખંડ માટે રણજી મેચ રમવામાં રસ દાખવ્યો નથી. આ જ કારણ હતું કે ઈંગ્લેન્ડ ટેસ્ટ માટે તેના બદલે ધ્રુવ જુરેલની પસંદગી કરવામાં આવી હતી.

ગાવસ્કરે ઈશાન અંગે આપી પ્રતિક્રિયા

આ શરૂઆતના દિવસો છે અને ઈશાન કિશન ફરી ક્યારે ઉપલબ્ધ થશે તે ખબર નથી. ટીમના કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કહી દીધું છે કે ટીમમાં પસંદ થવા માટે ઈશાન કિશનને રણજી ટ્રોફીમાં રમવું પડશે. આ સિવાય દ્રવિડે એ અફવાઓને પણ નકારી કાઢી હતી કે ઈશાન કિશન સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આશા છે કે આ પછી આવી અટકળો કરવામાં આવશે નહીં.

ઈશાન કિશને બ્રેક લીધો

ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે અફઘાનિસ્તાન સીરીઝની શરૂઆત પહેલા કહ્યું હતું કે ઈશાન કિશને થોડા સમય માટે બ્રેક માંગ્યો હતો અને તે સીરીઝમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. રાહુલ દ્રવિડે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ઈશાન કિશનને તેના ખરાબ વર્તનને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.


  • Follow us on: