- પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે કર્યા લગ્ન
- પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે કર્યા લગ્ન
- 2010માં મલિકે સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. હાલમાં જ શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના અલગ થવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન શોએબ મલિકે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. શોએબ મલિકે સના જાવેદ સાથેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
એક વર્ષથી એકબીજાને કરતા હતા ડેટ
મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે શોએબ મલિક અને સના જાવેદ એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે, સનાના જન્મદિવસ પર, શોએબ મલિકે પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સનાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા શોએબ મલિકે લખ્યું હતું, 'હેપ્પી બર્થ ડે બડી', જેના પછી ચાહકોને લાગવા માંડ્યું કે બંને ચોક્કસપણે એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, શોએબ અને સનાએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.
શોએબ મલિકના આ ત્રીજા લગ્ન
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. શોએબે પ્રથમ લગ્ન વર્ષ 2002માં આયેશા સિદ્દીકી સાથે કર્યા હતા. આ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ વર્ષ 2010માં શોએબ મલિકે ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને એક પુત્ર પણ છે જે હાલમાં સાનિયા સાથે રહે છે. હવે શોએબ મલિકે સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે.

જો કે હજુ સુધી શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે થોડા દિવસો પહેલા સાનિયા મિર્ઝાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવારે લખ્યું કે તલાક મુશ્કેલ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેણે અંગ્રેજીમાં લખ્યું હતું કે, 'લગ્ન મુશ્કેલ છે, તલાક મુશ્કેલ છે, તમારી પોતાની મુશ્કેલીઓ પસંદ કરો. જીવન સરળ નથી, તે હંમેશા મુશ્કેલ રહેશે પરંતુ આપણે મુશ્કેલ પસંદ કરી શકીએ છીએ. કાળજીપૂર્વક પસંદ કરો.'