- ભારતીયટીમનું આ વર્ષનું શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
- 25 થી 29 જાન્યુઆરી દરમિયાન પ્રથમ ટેસ્ટ રમાશે
ભારતીય ક્રિકેટ ટીમનું આ વર્ષનું શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. નવા વર્ષમાં બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનનો ઘરઆંગણે ત્રણ મેચની T20 સિરીઝમાં વ્હાઇટવોશ કર્યો હતો. હવે ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે.
પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 થી 29 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં રમાશે. સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ રાંચી અને ધર્મશાળામાં રમાશે. રાંચી ટેસ્ટ 23 થી 27 ફેબ્રુઆરી અને ધર્મશાળા ટેસ્ટ 7 થી 11 માર્ચ સુધી રમાશે.
ઈંગ્લેન્ડ બોર્ડે ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ ભારતીય બોર્ડે અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ મેચ માટે જ પોતાની ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે.
પ્રથમ બે ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), આવેશ ખાન.
ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટકીપર) ), ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
- પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
- બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ડૉ વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમ)
- ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
- ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
- પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાળા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)