• હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર
  • હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને મળી તક
  • હાર્દિક-દુબેને વર્લ્ડકપમાં રમવા અંગે ઝહિર ખાનની પ્રતિક્રિયા

હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો નથી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં રમવાની તક મળી છે. શિવમ દુબેએ પોતાની બેટિંગ ઉપરાંત બોલિંગથી પ્રભાવિત કર્યા છે. પરંતુ સવાલ એ છે કે હાર્દિક પંડ્યા વાપસી કરશે તો શિવમ દુબેને તક મળશે? શું હાર્દિક પંડ્યા અને શિવમ દુબે બંનને T20 વર્લ્ડકપની ટીમમાં રમશે? આ સવાલનો જવાબ પર પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પોતાનુ નિવેદન આપ્યુ છે.

5 મહિના પછી યોજાશે T20 વર્લ્ડકપ

આ વર્ષે લગભગ 5 મહિના પછી T20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર યોજાવાની છે. ટીમ ઈન્ડિયાએ પણ પોતાની રણનીતી અપનાવાની શરૂ કરી દીધી છે. તેવામા ઘણા સમયથી હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો નથી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને તક મળી હતી. શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામેની સિરીઝ પોતાની બેટિંગ ઉપરાંત બોલિંગથી પણ સૌને પ્રભાવિત કર્યા હતા. આ બે ખેલાડીઓમાંથી કોણ T20 વર્લ્ડ કપમાં રમશે? આ સવાલો પર પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને જવાબ આપતા કહ્યું છે કે હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબેને પણ T20 વર્લ્ડ કપની ટીમમાં તક મળી શકે છે. બંનેને ટીમનો હિસ્સો બનાવવા માટે ટીમ ઈન્ડિયા 5 બોલરો સાથે રમવા માંગે છે કે છઠ્ઠા વિકલ્પ સાથે ઉતરવા માંગે છે તે તેમની રણનીતિમાં નિર્ભર કરે છે. તેમનું માનવુ છે કે બંનેને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરી શકાય છે.

કયા કારણોસર ટીમમાં મળી શકે છે સ્થાન

ઝહીર ખાનનું કહેવું છે કે જો છઠ્ઠા બોલિંગ વિકલ્પ સાથે કે બેકઅપ સાથે રમવા માંગતા હોવ તો બંનેને ટીમનો ભાગ બનાવી શકાય છે. પરંતુ આ માટે બે વિકેટકીપરને બદલે એક વિકેટકીપર સાથે જવું પડશે. આમ કરવાથી હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબેને પણ T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી શકે છે.


  • Follow us on: