સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 28 રનથી હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલા રમતા ઓસ્ટ્રેલિયાની ટીમે 19.3 ઓવરમાં તેની તમામ વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 19.2 ઓવરમાં માત્ર 151 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ (23 બોલમાં 59 રન)ને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
એક ઓવરમાં બનાવ્યા 30 રન
સેમ કરન ઇંગ્લેન્ડ માટે ઈનિંગ્સની પાંચમી ઓવર નાખવા આવ્યો હતો અને ટ્રેવિસ હેડ તેની સામે હતો. ત્યારબાદ દર્શકોને હેડનો શો જોવા મળ્યો. સેમના પહેલા બોલ પર હેડે ફોર, બીજા બોલ પર ફોર, ત્રીજા બોલ પર સિક્સ, ચોથા બોલ પર સિક્સ, પાંચમા બોલ પર સિક્સ અને છઠ્ઠા બોલ પર ફોર ફટકારી હતી. આ રીતે સેમ કુરનની આ ઓવરમાં હેડે કુલ 30 રન બનાવ્યા. આ મેચમાં ટ્રેવિસ હેડે 23 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન હેડે 8 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
Also Read
નતાશા સાથે છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યાએ છોડ્યું ઘર! ભાઈઓના સંબંધોમાં પડી તિરાડ?
T20 ક્રિકેટમાં 72 બોલમાં ફટકારી ત્રેવડી સદી, ભારતીય ક્રિકેટરે કર્યું મોટું કારનામું
6,6,6,6,6,6,6,6,4,4,4,4... એક ઓવરમાં 77 રન, દિગ્ગજ ક્રિકેટરના નામે શરમજનક રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાની ટીમે બનાવ્યો સારો સ્કોર
ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવાની તક આપી. પાવરપ્લેમાં જ ટ્રેવિસ હેડ અને મેથ્યુ શોર્ટની ઓપનિંગ જોડીએ આ નિર્ણય ખોટો સાબિત કર્યો હતો. બંનેએ ખૂબ જ આક્રમક બેટિંગ કરી અને 86 રન બનાવ્યા. આ દરમિયાન હેડે તેની અડધી સદી પણ પૂરી કરી અને છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થતા પહેલા 23 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 59 રનની ઈનિંગ રમી. શોર્ટે પણ શાનદાર બેટિંગ કરી અને 26 બોલમાં 41 રન બનાવ્યા. આ પછી જોશ ઈંગ્લિસ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યો ન હતો, જેના કારણે ટીમ 200ના સ્કોર પહેલા જ પડી ગઈ હતી. જોશ ઈંગ્લિસ 27 બોલમાં 37 રનની ઈનિંગ રમી હતી. ટિમ ડેવિડ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, જ્યારે કેમરન ગ્રીને 13 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.
ઈંગલેન્ડના બેટ્સમેનોનો ફ્લોપ શો
ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખાસ રહી ન હતી અને વિલ જેક્સ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. નવોદિત જોર્ડન કોક્સે 17 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ફિલ સોલ્ટ 12 બોલમાં 20 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોને પણ બેટિંગમાં સારો દેખાવ કર્યો હતો અને તે 37 રન સાથે ઈનિંગ્સમાં ટોપ સ્કોરર રહ્યો હતો. સેમ કરને 18 રન અને જેમી ઓવરટને 15 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કોઈ બેટ્સમેન ટકી શક્યો ન હતો અને સતત વિકેટ પડવાના કારણે 20મી ઓવરમાં ઈનિંગનો અંત આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સીન એબોટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.