ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે, જ્યાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ક્રિકેટમાં દરરોજ રેકોર્ડ બને છે અને તૂટે છે. ક્રિકેટમાં કેટલાક રેકોર્ડની કલ્પના પણ કરી શકાતી નથી. આવો જ એક રેકોર્ડ T20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાનો છે. પરંતુ શું તમે જાણો છો કે T20 ક્રિકેટમાં પણ ત્રેવડી સદી ફટકારવામાં આવી છે. માત્ર એક ભારતીય ખેલાડીએ આ સિદ્ધિ મેળવી છે. આ ખેલાડીએ માત્ર 72 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.


આ ખેલાડીએ T20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવી એ બહુ મુશ્કેલ કામ નથી પરંતુ જ્યારે વનડે અને T20 ક્રિકેટની વાત આવે તો ત્રેવડી સદીની કલ્પના પણ ન કરી શકાય. પરંતુ દિલ્હીના આ ક્રિકેટરે T20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાનું એક મોટું કારનામું કર્યું છે. મોહિત અહલાવતે વર્ષ 2017માં દિલ્હીમાં સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં માવી ઈલેવન અને ફ્રેન્ડસ ઈલેવન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મોહિત અહલાવતે માવી ઈલેવન તરફથી બેટિંગ કરતા ત્રેવડી સદી ફટકારી હતી.

મોહિતે 39 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા 

આ મેચમાં મોહિત અહલાવતે વિપક્ષી બોલરોને જોરદાર હેરાન કર્યા હતા. મોહિતે 72 બોલનો સામનો કરીને 300 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન મોહિતે 39 સિક્સર અને 14 ફોર ફટકારી હતી. આ મેચમાં મોહિતે માત્ર સિક્સર ફટકારીને 234 રન બનાવ્યા હતા.

 

રિષભ પંત સાથે પહેલા રમ્યો હતો રણજી મેચ

રિષભ પંતની સરખામણીમાં મોહિત અહલાવતને બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ મોહિત ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પહેલા રણજી રમી ચૂક્યો છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી T20 ક્રિકેટમાં આજ સુધી કોઈ પણ બેટ્સમેન આવી સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

  • Follow us on: