- ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- બીજી ટેસ્ટ મેચમાં જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે
- ભૂતપૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલને પાછળ છોડી દીધો
આ દિવસોમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ નોટિંગહામમાં રમાઈ રહી છે. જેમાં ફરી એકવાર ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. બીજી ટેસ્ટ મેચમાં જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રમતના પ્રથમ સત્રના અંત સુધીમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 87 રન બનાવ્યા હતા. આ મેચમાં રૂટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલને પાછળ છોડી દીધો છે.
ટેસ્ટ ક્રિકેટમાં મેળવી ખાસ સિદ્ધિ
બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રીલંકાના શિવનારાયણ ચંદ્રપોલને પાછળ છોડી દીધો છે. જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 11,869 રન બનાવ્યા છે. જ્યારે આ પહેલા શિવનારાયણ ચંદ્રપોલના નામે 11,867 રન હતા. હવે જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો આઠમો બેટ્સમેન બની ગયો છે. હવે જો રૂટના નિશાના પર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બ્રાયન લારાના રેકોર્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રૂટ હવે બ્રાયન લારા કરતા 84 રન પાછળ છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- સચિન તેંડુલકર (15,921 રન)
- રિકી પોન્ટિંગ (13,378 રન)
- જેક કાલિસ (13,289 રન)
- રાહુલ દ્રવિડ (13,288 રન)
- એલિસ્ટર કૂક (12,472 રન)
- કુમાર સંગાકારા (12,400 રન)
- બ્રાયન લારા (11,953 રન)
- જો રૂટ (11,869 રન*)
ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં
બીજી ટેસ્ટના ચોથા દિવસે પ્રથમ સત્રના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 310 રનની લીડ મેળવી લીધી હતી. જ્યારે જો રૂટ અને ક્રિસ વોક્સ ક્રિઝ પર હાજર હતા. ઈંગ્લેન્ડ ફરી એકવાર મજબૂત સ્થિતિમાં દેખાય છે. સિરીઝની પ્રથમ મેચ જીતીને ઈંગ્લેન્ડ પહેલાથી જ 1-0થી આગળ છે.