• ભારતની વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષે રચ્યો ઈતિહાસ
  • ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારી ત્રીજી ખેલાડી
  • આ યાદીમાં સોફી ડિવાઇન અને લિચફિલ્ડ પ્રથમ સ્થાને

મહિલા એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ગ્રુપ Aમાં UAEની ટીમ સામે થયો હતો. આ મેચમાં ભારતની વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષે ઈતિહાસ રચ્યો હતો. UAE સામેની મેચમાં તેણે માત્ર 26 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે તે ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારી ત્રીજી ખેલાડી બની ગઈ છે. આ ક્લબમાં તેની પહેલા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પણ સામેલ છે.

રિચા ઘોષે તબાહી મચાવી

રિચા ઘોષે UAE સામે જોરદાર બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 12 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેણે માત્ર 26 બોલમાં ફિફ્ટી બનાવી હતી. ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાના નામે છે. તેણે માત્ર 24 બોલમાં ફિફ્ટી બનાવી હતી. આ સિવાય તેણે 25 બોલમાં પણ ફિફ્ટી ફટકારી છે. આ પછી શેફાલી વર્માનું નામ આ લિસ્ટમાં છે. તેણે 26 બોલમાં અડધી સદી ફટકારી હતી. રિચા ઘોષે પણ UAE સામે 26 બોલમાં અડધી સદી ફટકારી હતી.

 સોફી ડિવાઇન અને લિચફિલ્ડ પ્રથમ સ્થાને

મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ સંયુક્ત રીતે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇન અને ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડના નામે છે. 2015માં સોફીએ ભારત સામે માત્ર 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે લિચફિલ્ડે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ભારતીય મહિલા ટીમની જીતી

ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપ 2024માં સતત બીજી જીત નોંધાવી છે. ભારતે UAE ને 78 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. UAEની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 123 રન બનાવી શકી હતી. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

  • Follow us on: