- વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું
- વિરાટ કોહલીએ વર્લ્ડ કપની 11 મેચમાં 765 રન બનાવ્યા
- કોહલી હંમેશા આગળ આવીને નેતૃત્વ કરે છે - ફાફ ડુ પ્લેસિસ
તાજેતરના વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વર્લ્ડ કપની 11 મેચમાં 765 રન બનાવ્યા છે.વિરાટ કોહલીએ ભારતના ભૂતપુર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો. જો કે હવે સાઉથ આફ્રિકાના ખેલાડી ફાફ ડુ પ્લેસિસે વિરાટ કોહલી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે વિરાટ કોહલી માટે વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો. તેણે કહ્યું કે વિરાટ કોહલીમાં જે રીતે મેદાન પર રન બનાવવાની ભૂખ છે તે ખુબ જ પ્રશંસનીય છે.
વિરાટ કોહલી હંમેશા આગળ આવીને નેતૃત્વ કરે છે - ફાફ ડુ પ્લેસિસ













