• T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 રનથી હાર્યું ભારત
  • શુભમનને ભારતની હારનો સૌથી મોટો ગુનેગાર ગણાવ્યો
  • ફેન્સ ભારતની હાર પર શુભમનને ટ્રોલ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને ફેન્સના ગુસ્સાનો શિકાર બન્યો છે. અચાનક નિશાન બનાવવામાં આવ્યો અને તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના ફેન્સ ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા અને જાહેરમાં તેને ભારતની હારનો સૌથી મોટો ગુનેગાર ગણાવી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા અચાનક નિશાન બનાવવામાં આવ્યો અને તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના ફેન્સ ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર ભારે તૂટી પડ્યા અને જાહેરમાં તેને ભારતની હારનો સૌથી મોટો ગુનેગાર ગણાવ્યો. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર ફેન્સ થયા ગુસ્સે

વેસ્ટ ઈન્ડિઝ સામે ગુરુવારે રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતની 4 રને હાર બાદ ઓપનર શુભમન ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. શુભમન ગિલને જાહેરમાં ભારતની હારનો સૌથી મોટો ગુનેગાર બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલ પહેલી T20 મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝના આ પ્રવાસમાં અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 3 ODI અને 1 T20 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

જાહેરમાં ભારતની હારનો ગુનેગાર બનાવાયો

શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝના બોલરો સામે રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટ મેચમાં માત્ર 49 રન જ બનાવી શક્યો છે. શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 વનડેમાં માત્ર 126 રન બનાવ્યા છે. શુભમન ગિલ આ પ્રવાસમાં અત્યાર સુધી માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં 3 રન બનાવીને શુભમન ગિલ આઉટ થતા જ તેને સોશિયલ મીડિયા પર પ્રશંસકોની સતત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: