• તિલક વર્માએ ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
  • 39 રન બનાવા વધુ રન બનાવાની યાદીમાં સામેલ થયો
  • ડેબ્યૂ ટી20 વધુ રન બનવામાં તિલક 8 નંબર પર આવી ગયો

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન તિલક વર્માએ ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 39 રનની ઇનિંગ રમીને ખાસ લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. તે સાથે જ તિલક વર્માએ પોતાના નામે આ રેકોર્ડ પણ કર્યો છે. તિલકની શાનદાર ઇનિંગ બાદ ફેન્સ પણ તેના પર ઘણી પ્રતિક્રિયા આપી છે.

ડેબ્યુ મેચમાં જ આ રોકોર્ડ બનાવ્યો

ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝની પહેલી મેચમાં 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. યુવા ખેલાડી તિલક વર્માની આ ડેબ્યૂ મેચ હતી. તેણે આવતાની સાથે જ બેટિંગ શરૂ કરી અને 39 રનની ઇનિંગ રમી. તિલકે 3 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. આ ક્રોસના કારણે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. ડેબ્યૂ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં તિલક આઠમા નંબરે આવી ગયો છે.

ટી20ની પહેલી મેચમાં પણ શાનદાર પ્રદર્શન 

ટી20 સીરીઝની પ્રથમ મેચમાં તિલક ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 22 બોલનો સામનો કરીને 39 રન બનાવ્યા હતા. તિલકે આ ઇનિંગમાં 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. તિલકએ ડેબ્યૂ મેચમાં સિક્સર મારીને ફેન્સને ખુશ કર્યા, તિલક વર્મા લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા રહ્યા. ડેબ્યૂ ટી20 મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તિલક આઠમા નંબર પર આવી ગયો છે. આ મામલે અજિંક્ય રહાણે ટોપ પર છે. રહાણેએ 61 રન બનાવ્યા હતા. બીજા નંબર પર સૂર્યકુમાર યાદવ છે. તેણે 57 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 56 રન સાથે ત્રીજા નંબર પર છે.

4 રનથી હાર્યું ભારત

ઉલ્લેખનીય છે કે, T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન રોવમેન પોવેલે 48 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ 145 રન જ બનાવી શકી હતી. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા 19 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 21 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 6 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે 13 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી. અર્શદીપે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ચહલે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ ઝડપી હતી.

  • Follow us on: