ખેલાડીઓએ ડિનર પર કરી મસ્તી
હાર્દિક પંડ્યાએ મસ્તીના ફોટો શેર કર્યા
ફેન્સને પસંદ આવ્યા ફોટો
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજથી T-20 સીરિઝ શરૂ થશે. આ સીરિઝની પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ પહેલાં કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમના ખેલાડીઓ સાથે ડિનર કરવા ગયા હતા. જેના ફોટો હાર્દિક પંડ્યાએ શેર કર્યા છે. જેમાં ઈશાન કિશન અને શુભમન ગિલ દેખાઈ રહ્યા છે.

હાર્દિકે શેર કર્યા ફોટો
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર અમુક ફોટો શેર કર્યા છે. જેમાં ઈશાન કિશન અને ગિલ જોવા મળી રહ્યા છે. હાર્દિક પંડ્યા પણ આ ફોટોમાં દેખાઈ રહ્યો છે. ફેન્સ આ ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાની ફોટોને અત્યાર સુધી 10 લાખ લોકો પસંદ કરી ચૂક્યા છે.

શુભમને પણ શેર કર્યો ફોટો
શુભમન ગિલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે એકલા જોવા મળે છે. શુભમનની આ ફોટોને પણ 10 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. આ ફોટો પર ફેન્સે દિલચસ્પ કોમેન્ટ પણ કરી છે. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે, ભાઈ તારો આ લૂક આખો દેશ પસંદ કરે છે.

ઈશાન કિશન સોશિયલ મીડિયા પર એક્ટિવ
ઈશાન કિશન પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમણે થોડા દિવસ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો સમુદ્ર કિનારાનો છે. ઈશાનના આ ફોટોને 7 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે.













