- વનડે સીરિઝમાં ઈશાને કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
- 3 વનડેમાં બનાવ્યા 184 રન
- વર્લ્ડકપની ટીમમાં દાવેદારી મજબૂત કરી
ભારતે વેસ્ટ ઈન્ડીઝને 3 વનડે મેચની સીરિઝમાં 2-1થી હરાવ્યું છે. ભારતીય ટીમે ત્રીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝને 200 રને હરાવ્યું છે. આ સીરિઝમાં ભારતીય ટીમના અનેક યુવા ખેલાડીઓએ પોતાની છાપ છોડી છે. આવો જ એક ખેલાડી ઈશાન કિશન છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ મળેલી તકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રણ મેચમાં 184 રન બનાવ્યા છે. સાથે જ આ ખેલાડીએ ત્રણેય મેચમાં 50 રનનો આંકડો પાર કર્યો છે.
વર્લ્ડકપ માટે દાવેદારી મજબૂત કરી
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝમાં ઈશાન કિશને 61.33ની એવરેજ સાથે રન બનાવ્યા છે. આ સીરિઝમાં ઈશાન કિશનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 77 રન રહ્યો હતો. આ પ્રદર્શન બાદ વર્લ્ડકપમાં ટીમ માટે ઈશાન કિશને વધુ મજબૂત દાવેદારી કરી છે. એવું માનવામાં આવે છે કે, ઈશાને વર્લ્ડકપ ટીમમાં પોતાની જગ્યા બનાવી છે.
2 ઓક્ટોબરે વર્લ્ડકપ શરૂ થશે
જે પ્રકારે ઈશાન કિશન બેટિંગ કરી રહ્યો છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે, ઈશાને વર્લ્ડકપની ટીમમાં મજબૂત દાવેદારી કરી છે. ખાસ કરીને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં ઈશાન કિશને જે પ્રકારે શોટ્સ માર્યા, તેનાથી દિગ્ગજોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડકપની પ્રથમ મેચ 2 ઓક્ટોબરે યોજાશે, જ્યારે ભારત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમીને પોતાનો વર્લ્ડકપનો સફર શરૂ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ચેન્નઈમાં રમવામાં આવશે, જ્યારે વર્લ્ડકપ 2023નો ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.