• ત્રીજી વનડેમાં શાર્દુલે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
  • 37 રન આપીને 4 વિકેટ લીધી
  • વર્લ્ડકપની ટીમમાં દાવેદારી મજબૂત કરી

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝમાં શાર્દુલ ઠાકુરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વર્લ્ડકપ પહેલાં શાર્દુલ જે પ્રકારે આ સીરિઝમાં પ્રદર્શન કર્યું, તેનાથી શાર્દુલની પસંદગીનો દાવો વધુ મજબૂત થયો છે. આ તમામ વચ્ચે શાર્દુલે વર્લ્ડકપમાં પોતીની જગ્યા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો મને વર્લ્ડકપની ટીમમાં પસંદ નહીં કરવામાં આવે, તો એમાં કાંઈ કરી શકીશ નહીં.

"સીરિઝમાં 8 વિકેટ લેવાની ખુશી છે"

શાર્દુલ ઠાકુરે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી અને નિર્ણાયક વનડેમાં પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાર્દુલે ત્રીજી વનડેમાં 37 રન આપીને 4 વિકેટ પ્રાપ્ત કરી છે. આ સીરિઝ બાદ શાર્દુલે કહ્યું કે, આ સીરિઝમાં 8 વિકેટ લેવાની મને ખુશી છે. ઘણી વખત હું સારૂં રમ્યો છું અને ઘણી વખત સારૂં રમ્યો નથી, પરંતુ હું જે પણ સીરિઝમાં રમું છું, તેનાથી મારો આત્મવિશ્વાસ વધે છે.

"મારી ટીમમાં એક મહત્વની ભૂમિકા"

શાર્દુલે વધુમાં કહ્યું કે, હું ક્યારેય પણ એવું નથી વિચારતો કે, મારે ટીમમાં સ્થાન પાક્કું કરવું છે. હું આ વિચાર સાથે રમી પણ ન શકું. કારણ કે, હું તે પ્રકારનો ખેલાડી નથી. જો મને વર્લ્ડકપ ટીમમાં સ્થાન ન મળે તો હું એમાં કાંઈ કરી શકું નહીં. આ નિર્ણય મારા હાથમાં નથી. મારી ટીમમાં એક મહત્વની ભૂમિકા છે અને આ કારણે જ હું છેલ્લી 2 વનડે મેચમાં ટીમમાટે મહત્વનો ભાગ હતો.

2019 વર્લ્ડકપ બાદ લીધી સૌથી વધુ વનડે વિકેટ

વર્ષ 2019ના વનડે વર્લ્ડકપ બાદ શાર્દુલ ઠાકુરે ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી છે. શાર્દુલે 33 મેચમાં 28.35ની એવરેજ સાથે 52 વિકેટ પોતાના નામે કરી છે. શાર્દુલે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, ગત 2 વર્ષમાં હું તમામ વનડે સીરિઝ રમ્યો છું. માત્ર શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ રમ્યો નહતો.

  • Follow us on: