• શુભમન ગિલે કોહલી, ધોનીનો તોડ્યો રેકોર્ડ
  • વનડે મેચમાં 77.87ની એવરેજથી બનાવ્યા રન
  • એવરેજ મામલે વિરાટ કોહલીનો બીજો નંબર

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં શુભમન ગિલે 92 બોલ પર 85 રનની ઈનિંગ રમી હતી. ગિલે પોતાની આ ઈનિંગમાં 11 ફોર ફટકાર્યા હતા. આ શાનદાર ઈનિંગ માટે શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, પરંતુ શું તમે જાણો છો વનડેમાં ભારતની જીતમાં શુભમન ગિલની એવરેજ સૌથી શ્રેષ્ઠ હતી. શુભમન ગિલે ભારત માટે જીતેલી વનડે મેચમાં સૌથી વધુ એવરેજથી રન બનાવ્યા છે. આ મામલે ગિલે પોતાના સાથી ખેલાડી વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધો છે. શુભમન ગિલે ભારત માટે જીતેલી વનડે મેચોમાં 77.87ની એવરેજથી રન બનાવ્યા છે.

વિરાટ કોહલીથી આગળ શુભમન ગિલ!

શુભમન ગિલ બાદ બીજા નંબર પર વિરાટ કોહલી છે. વિરાટ કોહલીની એવરેજ 73.70 છે, જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા નંબર પર છે. ધોનીએ 68.60ની એવરેજથી રન બનાવ્યા છે. આ યાદીમાં ચોથા નંબરે અંબાતી રાયડૂ આવે છે. રાયડૂએ 67.47ની એવરેજથી રન બનાવ્યા છે.

રોહિત શર્મા અને સચિન તેંડુલકર ક્યાં છે?

રોહિત શર્માએ 59.27ની એવરેજથી રન બનાવ્યા છે, જ્યારે સચિન તેંડુલકરે 56.63ની એવરેજથી રન બનાવ્યા છે. આ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 54.98ની એવરેજ સાથે ટીમની જીત માટે રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ત્રીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝને 200 રને હરાવીને 3 વનડે મેચની સીરિઝ 2-1થી જીતી છે. પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાને 351 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમ 151 રન પર ઓલઆઉટ થઈ હતી.

  • Follow us on: