• રાહુલ દ્રવિડે ગિલનો કર્યો બચાવ
  • ગિલને ગણાવ્યો ટીમનો મહત્વનો ખેલાડી
  • ઈશાન કિશનના કર્યા વખાણ

વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર શુભમન ગિલ ફોર્મમાં નથી. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને નિરાશ કરી હતી. સાથે બંને વનડે મેચમાં પણ શુભમન ગિલે સારૂં પ્રદર્શન કર્યું નથી. હવે શુભમન ગિલનું ખરાબ ફોર્મ ભારતીય ટીમે મેનેજમેન્ટ માટે પરેશાની બન્યું છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ યુવા ખેલાડી શુભમન ગિલના ખરાબ ફોર્મને લઈ ચિંતિત નથી.

ભારતીય કોચે ગિલનો કર્યો બચાવ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે શુભમન ગિલના ખરાબ ફોર્મ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું શુભમનના ખરાબ ફોર્મને લઈ પરેશાન નથી. શુભમન સારી બેટિંગ કરી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે. તમે એક ખેલાડીની દરેક મેચ બાદ ટીકા ન કરી શકો.

રાહુલ દ્રવિડે ઈશાન કિશન પર શું કહ્યું?

રાહુલ દ્રવિડે કહ્યું કે, વેસ્ટ ઈન્ડીઝની સ્થિતિ બેટ્સમેનો માટે પડકારજનક છે. અહીં બેટિંગ કરવી સરળ નથી. શુભમન ગિલ ત્રણેય ફોર્મેટ માટે અમારો મહત્વનો ખેલાડી છે. આ સિવાય રાહુલ દ્રવિડે ઈશાન કિશનના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર સતત ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ફિફ્ટી બનાવી હતી. તેમજ પ્રથમ 2 વનડેમાં ઈશાન કિશને 50 રનનો આંકડો પાર કર્યો હતો. ઈશાન કિશને તેને મળેલી તમામ તકોનો ફાયદો ઉઠાવ્યો છે.

  • Follow us on: