• શુભમન ગિલે ટીકાકારોને આપ્યો જવાબ
  • ત્રીજી ઈનિંગમાં ફટકાર્યા 85 રન
  • પાકિસ્તાની ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ગત થોડા સમયથી ફોર્મમાં નહોતો. જેથી ટીકાકારોએ ગિલની આકરી ટીકા કરી હતી, ત્યારે હવે ગિલે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં 85 રનની ઈનિંગ રમીને ટીકાકારોને જવાબ આપ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝમાં ગિલે ઈશાન કિશન સાથે મળીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. આ ઈનિંગમાં ગિલે એક રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો છે.

ટીમ ઈન્ડિયાએ 200 રને મેચ જીતી

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં શુભમન ગિલ 85 રનની ઈનિંગ રમ્યો હતો. સાથે ઈશાન કિશને 77, સંજૂ સેમસને 51 અને કેપ્ટન હાર્દિક પંડ્યા 70 રનની અણનમ ઈનિંગ રમ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયા 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 351 રનના સ્કોરે પહોંચ્યું હતું. જે બાદ બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયા આ મેચ 200 રને જીતી હતી.

ગિલે બનાવ્યા 85 રન

શુભમન ગિલે આ મેચમાં 85 રનની ઈનિંગ રમી હતી. હવે વનડે ફોર્મેટની 27 ઈનિંગ બાદ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ ગિલના નામે નોંધાયો છે. આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાી ટીમના ઓપનર ઈમામ ઉલ હકના નામે હતો. હકે 27 ઈનિંગ બાદ 1 હજાર 381 રન બનાવ્યા હતા, જ્ચારે ગિલે 27 ઈનિંગ બાદ 1 હજાર 437 રન બનાવ્યા છે.

મારા માટે આ ઈનિંગ ખાસ-ગિલ

ત્રીજી વનડે મેચમાં શુભમન ગિલને શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો. આ દરમિયાન ગિલે કહ્યું હતું કે, આ ઈનિંગ મારા માટે ખાસ હતી. હું મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરતો હતો, મને ખુશી છે કે, અમે આ સીરિઝ જીતવામાં સફળ થયા છીએ.

  • Follow us on: