• નેપાળ ટ્રાઇ નેશન T20I સીરિઝની પ્રથમ મેચ નેપાળ અને નામીબિયા વચ્ચે રમાઇ
  • યાન નિકોલ લોફ્ટી એટને T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારી
  • આ સદી બાદ ટી20 ક્રિકેટના રેકોર્ડ બુકમાં બદલાવ થયો હતો

નેપાળ ટ્રાઇ નેશન T20I સીરિઝ આજથી શરૂ થઈ છે. પ્રથમ મેચ કીર્તિપુરમાં નામીબિયા અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાની ટીમની શરૂઆત આશાજનક રહી હતી. નામીબિયાની ટીમ વતી મલાન કરુગર અને યાન નિકોલ લોફ્ટી ઈટનએ શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂતી આપી હતી.

યાન નિકોલ લોફ્ટી એટને T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 33 બોલનો સામનો કરીને તોફાની સદી ફટકારી હતી. આ સદી બાદ ટી20 ક્રિકેટના રેકોર્ડ બુકમાં બદલાવ થયો હતો.

યાન નિકોલ લોફ્ટીએ T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારી

નેપાળના કુશલ મલ્લાએ એશિયન ગેમ્સ 2023માં મંગોલિયા સામે 34 બોલમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી, પરંતુ હવે આ સદી યાન નિકોલ લોફ્ટીએ તોડી નાખી છે. નિકોલ લોફ્ટી એટને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. 33 બોલનો સામનો કરીને યાને સદી ફટકારીને T20 ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો.

કુશલ મલ્લ પછી ત્રીજા સ્થાને ડેવિડ મિલરનું નામ છે, જેણે વર્ષ 2017માં 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કેપ્ટન રોહિત શર્માના નામે છે, જેણે શ્રીલંકા સામે 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન

  • યાન નિકોલ લોફ્ટી – 33 બોલમાં સદી ફટકારી (2024)
  • કુશલ મલ્લ- 34 બોલમાં સદી ફટકારી (2023)
  • ડેવિડ મિલર- 35 બોલમાં સદી ફટકારી (2017)
  • રોહિત શર્મા- 35 બોલમાં સદી ફટકારી (2017)

નેપાળને મળ્યું 200+ રનનું લક્ષ્ય

પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ વતી માલન કરુગરે 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમના સિવાય યાન નિકોલ લોફ્ટી ઈટને 101 રનની તોફાની ઈનિંગ રમી હતી અને ટીમને આ સ્કોર બનાવવામાં નોંધપાત્ર મદદ કરી હતી. આ રીતે નેપાળની ટીમને મેચ જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • Follow us on: