- FIFAએ AIFF પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો
- ભારતને ફરીથી અંડર 17 મહિલા વર્લ્ડકપની યજમાની સોંપવામાં આવી
- 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી એક સપ્તાહ માટે સ્થગિત કરવાનો આદેશ
FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. આ સાથે, ભારતને ફરીથી અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની સોંપવામાં આવી છે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીએ રોજબરોજની બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ફિફાએ આ નિર્ણય લીધો છે.
FIFAએ AIFF પરથી પ્રતિબંધ હટાવ્યો
ભારતીય ફૂટબોલ પર સંકટ સમાપ્ત થઈ ગયું છે. વિશ્વ ફૂટબોલની સંચાલક સંસ્થા FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. આ સાથે, ભારતને ફરીથી અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની સોંપવામાં આવી છે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીએ રોજબરોજની બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ફિફાએ આ નિર્ણય લીધો છે. FIFA અને એશિયન ફૂટબોલ ફેડરેશન (AFC) AIFFમાં પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે અને AIFFને સમયસર ચૂંટણી યોજવામાં સમર્થન આપશે.
ફિફાએ આ નિવેદન જાહેર કર્યું છે
FIFA એ પોતાના નિવેદનમાં કહ્યું, 'કાઉન્સિલે 25 ઓગસ્ટથી તાત્કાલિક અસરથી AIFFનું સસ્પેન્શન હટાવવાનો નિર્ણય લીધો છે. હવે 11 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારતમાં જૂની યોજના અનુસાર FIFA U-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે. AIFFની બાબતોનું સંચાલન કરવા માટે નિમણૂક કરાયેલ વહીવટકર્તાઓની ત્રણ-સભ્ય સમિતિની બરતરફી અને AIFF વહીવટીતંત્રે એસોસિએશનની રોજિંદી બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હોવાની પુષ્ટિ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના નવા નિર્ણય દ્વારા ફેરફારો
સુપ્રીમ કોર્ટે સોમવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની કામગીરીનું સંચાલન કરતી ત્રણ સભ્યોની સમિતિ (COA) ના વિસર્જનનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે AIFFની રોજિંદી બાબતો કાર્યકારી જનરલ સેક્રેટરી સંભાળશે. આ સાથે, કોર્ટે AIFFની કાર્યકારી સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લીધો હતો. આ કાર્યકારી સમિતિમાં 23 સભ્યો હશે, જેમાંથી છ ખેલાડીઓ (બે મહિલા ખેલાડીઓ) હશે. એટલું જ નહીં, કોર્ટે 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને એક સપ્તાહ માટે સ્થગિત કરવાનો આદેશ પણ આપ્યો છે જેથી કરીને મતદાર યાદીમાં ફેરફાર અને નામાંકનની પ્રક્રિયા શરૂ કરી શકાય.

પ્રતિબંધ 16 ઓગસ્ટે લાગુ કરવામાં આવ્યો
FIFAએ 16 ઓગસ્ટે ત્રીજા પક્ષની દખલગીરીને કારણે AIFF પર પ્રતિબંધ મૂક્યો હતો. પછી FIFA એ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, "FIFA કાઉન્સિલના બ્યુરોએ સર્વસંમતિથી ત્રીજા પક્ષોના અયોગ્ય પ્રભાવને કારણે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે." આ ફીફાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
અંડર-17 મહિલા વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે
FIFA દ્વારા પ્રતિબંધ હટાવ્યા પછી, હવે 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનાર FIFA અંડર-17 મહિલા વર્લ્ડકપ 2022 જૂના સમયપત્રક મુજબ ભારતમાં યોજાશે. આ ટુર્નામેન્ટ ભારતીય ફૂટબોલ માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.

શા માટે FIFA પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
હવે AIFFની ચૂંટણી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 36 પ્રતિનિધિઓને નવી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે અને ખેલાડીઓને તેમાં સ્થાન મળશે નહીં. નોંધનીય છે કે જ્યારે 3 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશમાં 36 ફૂટબોલ ખેલાડીઓને ચૂંટણી માટે ઇલેક્ટોરલ કૉલેજમાં સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ જ ફિફાએ ત્રીજા પક્ષની દખલ ગણીને AIFF પર પ્રતિબંધ મૂક્યો હતો.













