- સિરીઝ સર કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા
- કેપ્ટનના રમવા પર અસમંજસ
- સ્મૃતિ મંધાના ફોર્મમાં નથી
ભારતીય મહિલા ટીમ આજે બાંગ્લાદેશ સાથે ત્રીજો અને છેલ્લો વનડે મેચ રમશે. ભારતીય ટીમ આ મેચ સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે રમશે. જેથી ભારતીય ટીમના ઓપરન આજની મેચમાં સારૂં પ્રદર્શન કરી શકે છે. નોંધનીય છે કે, ભારતીય ટીમની શરૂઆત બહુ સારી નહતી. આમ છતાં ભારતીય ટીમે બુધવારે 108 રનથી જીત મેળવીને વાપસી કરી હતી.
ટીમ ઈન્ડિયાએ સુધારવી પડશે ભૂલ
ત્રીજા મેચમાં ભારતીય ટીમની નજર જીતની સાથે જ પોતાની ભૂલ સુધારવા પર અને પિચ અંગે જાણવામાં પણ રહેશે. કારણ કે, આગામી મહિલા વિશ્વકપનું આયોજન બાંગ્લાદેશમાં છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમ 113 રન પર ઓલઆઉટ થઈ હતી. બીજા વનડે મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમાહ રોડ્રિગ્સે ફિફ્ટી ફટકારી હતી.
મંધાનાએ 2 મેચમાં બનાવ્યા 47 રન
ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાનું T-20નું ખરાબ ફોર્મ વનડેમાં જોવા મળી રહ્યું છે. તે 2 વનડે મેચમાં માત્ર 47 રન બનાવી શકી છે. સાથે શેફાલી વર્માના સ્થાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારી ઓપનર પ્રિયા પૂનિયા પણ ફ્લોપ રહી છે. તેમણે 2 મેચમાં 10 અને 7 રન બનાવ્યા છે. વિકેટકીપર યાસ્તિકા ભાટિયા પાસેથી પણ સારા પ્રદર્શનની આશા છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સારી ઈનિંગ રમી હતી, પરંતુ તેમના હાથમાં ઈજા પહોંચી છે. જેથી કેપ્ટન આજનો મેચ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
ભારતીય સ્પિનરોની બોલબાલા
ભારતીય બોલર્સે સારૂં પ્રદર્શન કર્યું છે. લેગ સ્પિનર દેવિકા વૈદ્ય અને સ્પિનર જેમિમાહે મળીને 7 વિકેટ લીધી હતી. બંને બોલરે આ 7 વિકેટ માત્ર 14 રન આપીને લીધી હતી. જેથી બંગ્લાદેશના ખેલાડીઓ પણ સારૂં પ્રદર્શન કરી શકે છે. બાંગ્લાદેશ તરફથી ફરજાના હકે અત્યારસુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમણે 2 મેચમાં 74 રન બનાવ્યા છે.
કોચ ન હોવું પણ ક્યારેય ફાયદાકારક- મંધાના
ગત 6 મહિનાથી ભારતીય મહિલા ટીમ મુખ્ય કોચ વિના રમી રહી છે. ભારતીય ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આને સારૂં ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રમેશ પોવારને કોચના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. જે બાદ હજુ પણ મહિલા ટીમને મુખ્ય કોચ મળ્યા નથી. જેથી ટીમ મુખ્ય કોચ વિના જ મેચ રમી રહી છે.
BCCI કોચની શોધ કરી રહ્યું છે- મંધાના
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, BCCI કોચની શોધ કરી રહ્યું છે. ટુંક સમયમાં અમને મુખ્ય કોચ મળી જશે. જો કે, કોચ મળે તે ખેલાડીઓ માટે મોટી વાત નથી. અમે સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવા માગીએ છીએ. કોચિંગ સ્ટાફમાંથી તમામ લોકો અમને મદદ કરી રહ્યા છે.