- આજે ભારત અને વેન્ડિઝ વચ્ચેની છેલ્લી વનડે રમાશે
- પહેલી વખત બ્રાયન લારા સ્ટેડિયમમાં ODI રમાશે
- બે મેચોના અંતે વનડે સીરિઝ 1-1થી બરાબરી પર છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે રમાશે. આ સાથે જ બંનેમાંથી કોઈ એક ટીમ સીરિઝ પોતાના નામે કરી લેશે. જાણો આ મેચમાં બંને ટીમોમાં કોનુ પલડું ભારે છે. તેમજ મેચ પ્રિડિક્શ અને પીચ રિપોર્ટ વિશે જાણો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. હાલમાં સીરિઝ 1-1થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં આજે જે પણ જીતશે, સીરિઝ તેના નામે થશે. ભારતે પહેલી વનડે પાંચ વિકેટે જીતી હતી. આ પછી બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે જીત મેળવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ સિરીઝ કોન પોતાના નામે કરે છે.
પહેલી વખત બ્રાયન લારા સ્ટેડિયમમાં ODI રમાશે
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ મેદાન પર કોઈ ટેસ્ટ મેચ રમાઈ નથી અને ન તો કોઈ વનડે મેચ. આ મેદાન પર પહેલી વખત પુરૂષ ટીમોની ODI મેચો રમાશે. જો કે આ મેદાન પર મહિલા ટીમે વનડે મેચ રમી છે. 2022માં ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 મેચ રમી હતી, જેમાં મુલાકાતી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર રમાયેલી મેચમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 190 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 122 રન જ બનાવી શકી હતી.
પિચ રિપોર્ટ
કારણ કે અહીં કોઈ વનડે મેચ રમાઈ નથી, પરંતુ ટી20 મેચની પિચ રિપોર્ટના આધારે અહીં બેટ્સમેન અને બોલરો બંનેને મદદ મળી શકે છે. ટોસ જીતનારી ટીમ અહીં પીછો કરવાનું પસંદ કરી શકે છે.
મેચની આગાહી
જો વાત કરીએ મેચ પ્રિડિક્શનની તો ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. ભલે વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડે ખૂબ જ સરળતાથી જીતી લીધી, પરંતુ ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો પલડું કમજોર લાગી રહ્યું છે. જો રોહિત અને વિરાટ વાપસી કરે તો ટીમ ઈન્ડિયા આસાનીથી સીરિઝ જીતી શકે છે.