• ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 5 વિકેટે જીતી
  • બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝની ટીમે જીતી
  • બ્રાવોની ગણતરી IPLના મહાન ખેલાડીઓમાં છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝ અત્યારે ખૂબ જ રોમાંચક મોડ પર છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની પ્રથમ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. બીજી તરફ બીજી મેચમાં વાપસી કરનાર વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે જીત મેળવીને શ્રેણી 1-1થી પોતાના નામે કરી લીધી છે. હવે બંને ટીમો વચ્ચેની આ ODI શ્રેણીની છેલ્લી મેચ 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

બ્રાવોએ પુત્ર સાથે કર્યું સ્વાગત

બાર્બાડોસમાં ODI સિરીઝની પ્રથમ 2 મેચ રમીને ટીમ ઈન્ડિયા જ્યારે ત્રિનિદાદ પહોંચી ત્યારે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ડ્વેન બ્રાવો પોતે ત્યાં તેમનું સ્વાગત કરવા હાજર હતા. જ્યારે ટીમ ઈન્ડિયા હોટલ પહોંચી તો ત્યાં તેમની મુલાકાત ડ્વેન બ્રાવો સાથે થઈ. આ દરમિયાન બધાએ હાથ મિલાવ્યા. બ્રાવો સાથે તેનો પુત્ર પણ ત્યાં હતો. બીસીસીઆઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું કે જ્યારે તમે ત્રિનિદાદ પહોંચશો….

 

39 વર્ષીય ડ્વેન બ્રાવો તાજેતરમાં અમેરિકામાં રમાયેલી મેજર લીગ ક્રિકેટ (MLC)ની પ્રથમ સિઝનમાં રમતા જોવા મળ્યો હતો. તે જ સમયે, બ્રાવોની ગણતરી IPLના મહાન ખેલાડીઓમાં પણ થાય છે. જોકે હવે IPLમાં બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે બોલિંગ કોચની ભૂમિકામાં દેખાય છે.

છેલ્લી વનડેમાં ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન પર તમામની નજર

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ 2 વનડેમાં ઈશાન કિશન સિવાય ભારતીય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યો નથી. બીજી મેચમાં 90ના સ્કોર સુધી એક પણ વિકેટ ન ગુમાવનાર ટીમ ઈન્ડિયા 181ના સ્કોર પર સમેટાઈ ગઈ. આવી સ્થિતિમાં તમામની નજર ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના પ્રદર્શન પર ટકેલી છે.

  • Follow us on: