- એશિયા કપ પહેલા આવી ફક્ત 2-3 મેચ જ છે
- અમે પોતાને ખરાબથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રાખવા ઈચ્છીએ છીએ
- ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાપસીને લઈને કોઈ નક્કી જવાબ નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચ બાર્બાડોસમાં રમાઈ હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોતા. આ ખેલાડીઓના બદલે અક્ષર પટેલ અને સંજુ સેમસનને બીજી મેચમાં રમવાની તક મળી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો એ મોટી વાત હતી. મેચ બાદ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે રોહિત-વિરાટને પ્લેઈંગ 11માં સામેલ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે.

રાહુલ દ્રવિડે ખુલાસો કર્યો
બીજી વનડે પછી મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ મેચમાં આરામ આપવામાં આવ્યો જેથી તેઓ એશિયા કપ પહેલા કેટલાક ખેલાડીઓ અંગે નિર્ણય લઈ શકે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે કહ્યું, 'અમે અલગ-અલગ ખેલાડીઓને અજમાવી રહ્યા હતા. અમે તે લોકોને તક આપવા માંગીએ છીએ. જેથી ખરાબ સ્થિતિમાં પણ તેમની પાસે રમતનો સમય હોય. આ અમને કેટલાક ખેલાડીઓ માટે નિર્ણય લેવાની તક આપે છે. એશિયા કપ પહેલા આ પ્રકારની શ્રેણીમાં અમારી પાસે માત્ર 2-3 મેચ છે.
દ્રવિડે આગળ કહ્યું, 'સાચું કહું તો અમને વધારે જવાબો નહીં મળે, પરંતુ તમે જાણો છો કે અમારા ઘણા ઈજાગ્રસ્ત ખેલાડીઓ NCAમાં છે અને તેમના રમવા અંગે અનિશ્ચિતતા છે. એટલા માટે અમે કેટલાક વધુ ખેલાડીઓને તક આપવા માંગીએ છીએ, જેથી જરૂર પડે તો તેઓ રમી શકે.
ટીમને સારી શરૂઆત કરવાની તક મળી ન હતી
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને 55 બોલમાં એટલા જ રન બનાવ્યા અને શુભમન ગિલ (34 રન, 49 બોલ) સાથે પ્રથમ વિકેટ માટે 90 રન જોડીને સારી શરૂઆત કરી. પરંતુ આ ભાગીદારી તૂટતાની સાથે જ લય તૂટી ગઈ અને ભારતીય ટીમે આગામી 7.2 ઓવરમાં 23 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. વરસાદને કારણે રમત બે વખત વિક્ષેપિત થઈ હતી પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું.