• આવતીકાલે ત્રીજી અને નિર્ણાયક વનડે
  • ભારત 1 વનડે મેચ જીત્યું
  • વેસ્ટ ઈન્ડીઝ પણ એક મેચ જીત્યું

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી 3 મેચની વનડે સીરિઝ રોમાંચક બની છે. મેજબાન વેસ્ટ ઈન્ડીઝની ટીમે બીજી વનડેમાં 4 વિકેટે જીત મેળવી છે. જેથી બંને ટીમ 1-1 મેચ જીતી છે. હવે ત્રીજી વનડે મેચ નિર્ણાયક બનશે. ભારતીય ટીમ આ નિર્ણાયક મેચમાં પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વાપસી કરી શકે છે. જો કે, આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે.

ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ

વનડે સીરિઝની ત્રીજી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. 1 ઓગસ્ટે રમાનારી મેચમાં જો વેધર રિપોર્ટની જોવામાં આવે, તો મેચ દરમિયાન અનેક વખત વરસાદ થવાની સંભાવના છે. બપોરના સમયે ભારે વરસાદ થવાના 41% ચાન્સ છે. સાથે જ મેચ સમયે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

બ્રાયન લારા સ્ટેડિયમમાં અત્યાર સુધીનો રેકોર્ડ

બંની ટીમની નજર હવે ત્રીજી વનડેને જીતી સીરિઝ પોતાના નામે કરવામાં છે. બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારા આ મેચની વાત કરવામાં આવે તો અહીંની પિચ પર રન બનાવવા સરળ નથી. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 3 મેચ રમવામાં આવ્યા છે. જેમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ 1 વખત અને પહેલાં બોલિંગ કરનારી ટીમ 2 વખત મેચ જીતી છે.

ટોસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરશે

આ મેદાન પર રમવામાં આવેલી 3 વનડે મેચમાં કોઈ પણ ટીમ 200 રનનો આંકડો પાર કરી શકી નથી. આ સ્ટેડિયમમાં પ્રથમ ઈનિંગમાં સરેરાસ સ્કોર 160 રનનો છે. જેથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.

  • Follow us on: