• ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી વનડે
  • ભારતીય ખેલાડીઓએ કર્યા નિરાશ
  • અડધી ટીમ સિંગલ ડિઝિટમાં આઉટ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વનડે મેચની સીરિઝની બીજી મેચ બારબાડોસમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા નથી. આ બંને ખેલાડીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સંજૂ સેમસન અને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઈન્ડિયા ફ્લોપ સાબિત થઈ છે.

કોહલી-રોહિત વિના ટીમ મેદાનમાં ઉતરી

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાન શરૂઆત સારી રહી હતી. ઓપનર ઈશાન કિશન અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ઈશાન કિશન અને શુભમન ગિલે 16.5 ઓવરમાં 90 રન બનાવ્યા છે, પરંતુ બીજા ખેલાડીઓ સામાન્ય રન કરીન આઉટ થયા છે. ભારતીય ટીમને પ્રથમ ઝટકો 90ના રને મળ્યો હતો, પરંતુ 113 રન પર તો ટોપઓર્ડરના 5 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. જે બાદ 181 રનમાં તો ભારતીય ટીમ ઓલઆઉટ થઈ છે.

'રોહિત-કોહલી વિના ટીમમાં નથી દમ'

ઈશાન કિશને 55 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ટીમને નિરાશ કરી છે. ખાસ કરીને સંજુ સેમસન, શુભમન ગિલ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા છે. જેથી હવે સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઈન્ડિયાની બેટિંગમાં દમ નથી. ખાસ કરીને આ ટીમના યુવા બેટ્સમેનો બેટિંગમાં જુસ્સો દેખાડી શક્યા નથી.


  • Follow us on: