• બીજી વનડેમાં વેસ્ટઈન્ડીઝની જીત
  • શે હોપ સૌથી વધુ 63 રન કર્યા
  • મોતી અને શેફર્ડે 3-3 વિકેટ લીધી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમની 6 વિકેટે જીત થઈ છે. વેસ્ટ ઈન્ડીઝ માટે સૌથી વધુ 63 રન શે હોપ કર્યા છે. જ્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે ગુડાકેશ મોતી અને શેફર્ડે 3-3 વિકેટ લીધી છે. હવે ત્રીજી વનડે 1 ઓગસ્ટે રમવામાં આવશે. બંને ટીમ આ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

ટોસ જીતીને બોલિંગ પસંદ કરનારી વેસ્ટ ઈન્ડીઝ ટીમને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝ ટીમની શરૂઆત સારી રહી છે. 4 ઓવરના વેસ્ટ ઈન્ડીઝની ટીમે એક પણ વિકેટના નુકસાન વિના 23 રન બનાવ્યા છે.

બ્રૌંડન કિંગ અને કાયલ મેયર્સે ઓપનિંગ કર્યું

182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝ ટીમે સારી શરૂઆત કરી છે. બ્રૈંડન કિંગ અને કાયલ મેયર્સ વેસ્ટ ઈન્ડીઝ માટે ઓપનિંગ કર્યું છે. આ બંને ખેલાડીએ એક ઓવર બાદ 15 રન બનાવ્યા છે. 

181 રન પર ભારતીય ટીમ ઓલઆઉટ

ભારતીય ક્રિકેટ ટીમ બીજી વનડે મેચમાં 181 રન પર ઓલઆઉટ થઈ છે. ટીમ માટે ઈશાન કિશને ફિફ્ટી ફટકારી છે. તેમણે 55 બોલ પર 55 રન બનાવ્યા છે. ઈશાને પોતાની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સ ફટકારી છે. વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 182 રનનો ટાર્ગેટ મળ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી અને શેફર્ડે 3-3 વિકેટ લીધી છે. શેફર્ડે 8 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી છે, જ્યારે મોતીએ 9.5 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી છે.

ઉમરાન મલિક આઉટ

ભારતીય ટીમને 9મો ઝટકો લાગ્યો છે. 22 બોલ પર 16 રન બનાવીને શાર્દુલ ઠાકુર આઉટ થયો છે, જ્યારે શૂન્ય રન પર ઉમરાન મલિક આઉટ થયો છે. 39 ઓરના અંતે 9 વિકેટના નુકસાને ભારતના 175 રન થયા છે.

સૂર્યકુમાર યાદવ આઉટ

ભારતીય ટીમને 7મો ઝટકો લાગ્યો છે. 25 બોલ પર 24 રન બનાવીને સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે. અત્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ બેટિંગ કરી રહ્યા છે. 37 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને ભારતના 167 રન થયા છે.

રવિન્દ્ર જાડેજા આઉટ

ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમની ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 10 રન કરીને આઉટ થયો છે. અત્યારે સૂર્યકુમાર યાદવ અને શાર્દુલ ઠાકુર બેટિંગ કરી રહ્યા છે. અત્યારે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાને 164 રન છે.

વરસાદ બાદ મેચ શરૂ

વરસાદ બાદ ફરી મેચ શરૂ કરવામાં આવી છે. અત્યારે ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાને 134 રન થયો છે. અત્યારે રવિન્દ્ર જાડેજા 11 બોલ પર 6 રન અને સૂર્યકુમાર યાદવ 15 બોલ પર 16 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.


સંજૂ સેમસન આઉટ

ભારતીય ટીમને 5મો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનારો સંજૂ સેમસન 9 રન પર આઉટ થયો છે. હવે સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર છે. ભારતે  113 રન બનાવ્યા છે. સાથે મેદાનમાં વરસાદ શરૂ થયો છે. જેથી રમત બંધ કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યા આઉટ

ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 7 રન પર આઉટ થયો છે. હવે સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર છે. ભારતે 24.1 ઓવરમાં 113 રન બનાવ્યા છે.

અક્ષર પટેલ 1 રનમાં આઉટ

ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો છે. આ પહેલા ઈશાન કિશન 55 રન પર આઉટ થયો હતો. હવે હાર્દિક પંડ્યા અને સંજૂ સેમસન ક્રીઝ પર છે. ભારતે 19.1 ઓવરમાં 97 રન બનાવ્યા છે.

રોમરિયો શેફર્ડે ઈશાન કિશનને કર્યો આઉટ

ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 55 બોલ પર 55 રન કરીને આઉટ થયો છે. રોમરિયો શેફર્ડેની બોલ પર ઈશાન આઉટ થયો છે. હવે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 95 રન છે.

શુુભમન ગિલ આઉટ

ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ 49 બોલ પર 34 રન બનાવીને આઉટ થયો છે. શુભમને 5 ફોર ફટકારી હતી. તેમણે મોતીએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.


ઈશાન કિશને ફટકારી ફિફ્ટી

ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી છે. તેમણે 51 બોલમાં 5 ફોર અને 1 સિક્સ ફટાકારી છે. ભારતે 16.1 ઓવરમાં 86 રન બનાવ્યા છે.


10 ઓવરમાં 49 રન

ભારતે 10 ઓવરમાં 49 રન બનાવ્યા છે. શુભમન ગિલ 28 બોલ પર 19 રન બનાવીને રમી રહ્યા છે, જ્યારે ઈશાન કિશન 32 બોલ પર 26 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી છે.

વિરાટ અને રોહિત વિના ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ માટે ટોસ થયો છે. આ ટોસ વેસ્ટ ઈન્ડીઝે જીત્યો છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બારબાડોસમાં રમવામાં આવશે.આ મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર થયો છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચ રમશે નહીં. જેથી આજની મેચમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા 27 જુલાઈએ બંને દેશ વચ્ચે પ્રથમ વનડે સીરિઝ રમવામાં આવી હતી. આ મેચ ભારતીય ટીમે 5 વિકેટના નુકસાને જીતી હતી.


વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

આજની મેચમાં કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. જેથી હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું નૈતૃત્વ કરી રહ્યા છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, ઈશાન કિશન(વિકેટકીપર), સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડીઝની પ્લેઈંગ ઈલેવન

બ્રૈંડન કિંગ, કાયલ મેયર્સ, એલીક એથેનાઝ, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), હેટમાયર, કીસી કાર્ટી, રોમારિયો શેફર્ડ, યાનિક કારિયા, જેડેન સીલ્સ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ

ભારત જીત્યું 12 વનડે સીરિઝ

ભારતીય ટીમ જો આજની મેચ જીતશે તો તે વેસ્ટ ઈન્ડીઝ વિરદ્ધ સતત 13મી વનડે સીરિઝ જીતશે. ભારતે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ છેલ્લી 12 વનડે સીરિઝમાં જીત મેળવીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો છે. હવે ભારત પાસે આ રેકોર્ડને તોડવાની પણ તક છે. વેસ્ટ ઈન્ડીઝ છેલ્લે ભારત વિરુદ્ધ મે 2006માં વનડે સીરિઝ જીત્યું હતું.

ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડ મેચોમાં હેડ-ટુ-હેડ

કુલ મેચ- 140

ભારત જીત- 71

વેસ્ટ ઈન્ડીઝની જીત -63

ડ્રો- 2

  • Follow us on: