• કોહલીએ બતાવી ગજબની ફિલ્ડીંગ
  • એક હાથે પકડ્યો કેચ
  • ફેન્સે સો.મીડિયામાં કર્યા વખાણ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની પ્રથમ મેચ બારબાડોસમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 114 રન પર ઓલઆઉટ થઈ હતી. વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ શાનદાર કેચ પકડ્યો હતો. રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કોહલીએ રોમારિયો શેફર્ડનો કેચ પકડ્યો હતો. કોહલીના આ કેચના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

શેફર્ડ 7માં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો

વેસ્ટ ઈન્ડીઝ માટે શેફર્ડ 7મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન જાડેજા 18મી ઓવર ફેકી રહ્યો હતો. જાડેજાની ઓવરના ચોથા બોલ પર શેફર્ડ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોહલીએ એક હાથે કેચ પકડી લીધો હતો. જેના કારણે શેફર્ડ શૂન્ય રન પર આઉટ થયો હતો.

વેસ્ટ ઈન્ડીઝ 144 પર ઓલઆઉટ

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડીઝની ટીમ 23 ઓવરમાં માત્ર 144 રન પર ઓલઆઉટ થઈ છે. કેપ્ટન શાઈ હોપે સૌથી વધુ 45 બોલમાં 43 રન બનાવ્યા છે. તેમણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. ઓપનર બ્રૈંડન કિંગ 17 રન બનાવીને આઉટ થયો હતો. એલિક 22 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેમણે 3 ઓવરમાં 6 આપ્યા હતા. સાથે 2 ઓવર મેડન ફેકી હતી.





  • Follow us on: