• સંજૂ ટીમમાં ન બનાવી શક્યો જગ્યા
  • સંજૂના ફેન્સે રોષ વ્યક્ત કર્યો
  • રાજનીતિ થઈ હોવાનો ફેન્સનો આક્ષેપ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ મેચ બારબાડોસમાં રમવામાં આવી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં એક વખત ફરી સામેલ કર્યો નથી. સેમસનની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે, પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શક્યો નથી. જેને લઈ સેમસનના ફેન્સે સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે. સાથે જ ફેન્સે સંજૂ સાથે રાજનીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

'જુલાઈ 2021માં કર્યું હતું ડેબ્યૂ'

સેમસને ભારત માટે જુલાઈ 2021માં વનડે ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે માત્ર 11 વનડે મેચ રમ્યો છે. સંજૂએ જુલાઈ 2015માં ટીમ ઈન્ડિયા માટે T-20માં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે માત્ર 17 મેચ રમવાની જ તક મળી છે. સંજૂનું ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ઘરેલૂ મેચમાં સારૂં પ્રદર્શન રહ્યું છે. તે વિકેટકીપિંગમાં પણ સારૂં પરફોર્મન્સ કરી ચૂક્યો છે, પરંતુ આમ છતાં તેને વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળતું નથી.

'સેમસન સાથે રાજનીતિ થઈ રહી છે'

સેમસનના ફેન્સે ટ્વીટર પર રિએક્શન આપ્યું છે. ફેન્સનું માનવું છે કે, સેમસન સાથે રાજનીતિ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમવામાં આવશે. આજે પ્રથમ વનડે મેચ ચાલી રહી છે. બીજી વનડે મેચ 29 જુલાઈ અને ત્રીજી વનડે 1 ઓગસ્ટે રમવામાં આવશે.




  • Follow us on: