• પ્રથમ વનડેમાં ભારતની જીત
  • ઈશાન કિશને બનાવ્યા 52 રન
  • કુલદીપ યાદવે લીધી 4 વિકેટ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનારી પ્રથમ વનડેમાં ભારતની 5 વિકેટ જીત થઈ છે. ભારત તરફથી સૌથી વધુ 52 રન ઈશાન કિશને કર્યા છે, જ્યારે ભારત માટે સૌથી વધુ 4 વિકેટ કુલદીપ યાદવે લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ 43 રન કેપ્ટન શાઈ હોપે કર્યા છે.

શાર્દુલ ઠાકુર આઉટ

ભારતને 5મો ઝટકો શાર્દુલ ઠાકુરના રૂપે લાગ્યો છે. શાર્દુલ ઠાકુર માત્ર 1 રન બનાવીને આઉટ થયો છે. 

ઈશાન કિશન આઉટ

ભારતનો ઓપનર ઈશાન કિશન આઉટ થયો છે. 46 બોલ પર 52 રન કરીને ઈશાન કિશન આઉટ થયો છે. ગુડાકેશ મોતીની બોલ પર ઈશાન કિશને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોવેલે ઈશાનનો કેચ પકડી લીધો છે. અત્યારે રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્મા બેટિંગ કરી રહ્યા છે.

ઈશાન કિશને ફટકારી ફિફ્ટી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમાવાની છે. જેની પ્રથમ વનડે આજે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝે પહેલા બેટિંગ કરીને 144 રન બનાવ્યા હતા. જેથી 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમના 3 ખેલાડી આઉટ થયા છે. સાથે ભારત તરફથી ઓપનિંગ કરનારા ઈશાન કિશને ફિફ્ટી ફટકારી છે. ઈશાને 45 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 51 રન કર્યા છે.

ભારતને બીજો ઝટકો

ભારતને બીજો ઝટકો સૂર્યકુમાર યાદવના રૂપે લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ 19 રન બનાવીને આઉટ થયા છે. ગુડાકેશ મોતીએ સૂર્યકુમારને LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

10 ઓવર બાદ  ભારતના 50 રન

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ પ્રથમ વનડે મેચ આજે રમાઈ રહી છે, ત્યારે 10 ઓવર બાદ ભારતના એક વિકેટના નુકસાને 50 રન થયા છે. હવે ભારતને જીત માટે 65 રનની જરૂર છે. અત્યારે ભારત માટે ઓપનર ઈશાન કિશન 24 બોલમાં 23 રન સાથે ક્રીઝ પર છે. સાથે સૂર્યકુમાર યાદવ 25 બોલમાં 19 રન બનાવીને ઈનિંગ રમી રહ્યો છે.

શુભમન ગિલ 7 રને આઉટ

ભારત તરફથી ઈશાન કિશન અને શુભમન ગિલ 115 રનનો ટાર્ગેટ પીછો કરવા બેટિંગ કરવા આવ્યા હતા. જેમાંથી ઓપનર શુભમન ગિલ 16 બોલ પર 7 રન બનાવીને આઉટ થયો છે. જેડેન સીલ્સે શુભમન ગિલને આઉટ કર્યો છે. 

ભારતની ઈનિંગ શરૂ

ભારત તરફથી ઈશાન કિશન અને શુભમન ગિલ 115 રનનો ટાર્ગેટ પીછો કરવા બેટિંગ કરવા આવ્યા છે. અત્યારે શુભમન ગિલ 7 અને  ઈશાન કિશન 4 રન સાથે બેટિંગ કરી રહ્યા છે. હવે ભારતને જીતવા માટે 100 રનની જરૂર છે.

114 રન પર વેસ્ટ ઈન્ડીઝ ઓલઆઉટ

વેસ્ટ ઈન્ડીઝની ટીમ 23 ઓવરમાં  114 રન પર ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી સૌથી વધુ કુલદીપ યાદવે 4 વિકેટ લીધી છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડીઝ માટે સૌથી વધુ 43 રન વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે કર્યા છે. ભારતે જીત માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો છે.


9મો ખેલાડી આઉટ

વેસ્ટ ઈન્ડીઝનો 9મો ખેલાડી આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડીઝનો કેપ્ટન શાઈ હોપ 45 બોલમાં 43 રન કરીને આઉટ થયો છે. શાઈ હોપે રિવર્સમાં શોટ્સ મારવાનો વિચાર કર્યો હતો.  જેમાં તે આઉટ થયો છે. કુલદીપ યાદવે તેેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

8મો ખેલાડી આઉટ 

વેસ્ટ ઈન્ડીઝનો 8મો ખેલાડી આઉટ થયો છે. ડોમિનિક ડ્રેક્સ 3 રન બનાવીને આઉટ થયો છે. જ્યારે કારિયા 3 રન બનાવીને આઉટ થયો છે. આ બંને ખેલાડીને કુલદીય યાદવે પવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

વેસ્ટ ઈન્ડીઝે બનાવ્યા 96 રન

વેસ્ટ ઈન્ડીઝે 17 ઓવર પછી 6 વિકેટ ગુમાવીને 96 રન બનાવ્યા છે. શાઈ હોપ 33 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે, જ્યારે શિમરોન હેટમાયર 11 રન બનાવીને આઉટ થયો છે.. ભારત તરફથી પંડ્યા, મુકેશ અને શાર્દુલે એક-એક વિકેટ લીધી છે. મુકેશ કુમારે 5 ઓવરમાં 22 રન આપ્યા છે. તેણે મેડન ઓવર પણ ફેકી છે, જ્યારે શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 14 આપ્યા છે. શાર્દુલે પણ 1 મેડન ઓવર ફેકી છે. સાથે રવિન્દ્ર જાડાજાએ 3 ખેલાડીને આઉટ કર્યા છે.

શેફર્ડ શૂન્ય રન પર આઉટ

રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડીઝને છઠ્ઠો ઝટકો આપ્યો છે. જાડેજાએ શેફર્જને શૂન્ય રન પર આઉટ કર્યો છે.

વેસ્ટ ઈન્ડીઝને પાંચમો ઝટકો

વેસ્ટ ઈન્ડીઝને પાંચમો ઝટકો રોમમૈન પોવેલના રૂપે લાગ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડાજાએ પોવેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

88ના સ્કોર પર ચોથો ખેલાડી આઉટ

વેસ્ટ ઈન્ડીઝને ચોથો ફટકો 88ના સ્કોર પર શિમરોન હેટમાયરના રૂપમાં લાગ્યો હતો. ઈનિંગની 16મી ઓવરના ચોથા બોલ પર રવિન્દ્ર જાડેજાએ હેટમાયરને 11ના રને બોલ્ડ કર્યો છે.

હાર્દિક,મુકેશ અને શાર્દુલે લીધી વિકેટ

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડીઝના ઓપનર કાયલ મેયર્સને 2 રનમાં આઉટ કર્યો છે. કાયલ કેચ આઉટ થયો છે. રોહિત શર્માએ કાયલનો કેચ કર્યો છે. આ ઉપરાંત ભારત તરફથી ડેબ્યૂ કરનારા મુકેશ કુમારે એલીક એથેનાઝને આઉટ કર્યો છે. એલીકનો કેચ રવિન્દ્ર જાડેજાએ કર્યો છે. ઉપરાંત શાર્દુલ ઠાકુરે બ્રૈંડન કિંગન આઉટ કર્યો છે.

ભારતને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

આજે રમાનારી મેચમાં ભારતે ટોસ જીત્યો છે. જે બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.


ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે

અત્યારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સીરિઝ રમી હતી. જેમાં ભારતે 1-0થી સીરિઝ પોતાના નામે કરી છે, ત્યારે આજથી ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચને વનડે સીરિઝ રમાશે. જેનો ટોસ ભારતે જીત્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બારબાડોસમાં રમવામાં આવશે.

ભારત-વેસ્ટ ઈન્ડીઝનો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યાર સુધી 139 વનડે મેચ રમવામાં આવ્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 70 મેચમાં જીત મેળવી છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 63 મેચ જીતી છે. આ મેચ જીતવા માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે મહેનત કરવી પડશે. કારણ કે, અત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સારા ફોર્મમાં છે.

ભારતે ટેસ્ટ સીરિઝ જીતી

તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ જીતી છે. હવે બંને ટીમ વચ્ચે વનડે સીરિઝ રમવામાં આવશે. જેમાં ભારતીય ટીમમાં અમુક ખેલાડીઓ ટેસ્ટ બાદ વનડે ટીમનો પણ પણ ભાગ બન્યા છે. આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાએ અમુક નવા ખેલાડીઓને પણ તક આપી છે. બીજી તરફ ટેસ્ટ સીરિઝમાં હાર મળવાથી વેસ્ટ ઈન્ડીઝની ટીમ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડીઝ-શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), કાયલ મેયર્સ, બ્રૈંડન કિંગ, એલીક એથેનાઝ,હેટમાયર, રોવમેન પોવેલ, રોમારિયો શેફર્ડ, યાનિક કારિયા, ડોમિનિક ડ્રેક્સ, જેડેન સીલ્સ, ગુડાકેશ મોતી

  • Follow us on: