• ભારતીય ખેલાડીઓએ દિલ જીત્યું
  • વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓને આપી ટિપ્સ
  • જાડેજા અને કોહલીએ આપી ટિપ્સ

ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ છે. બીજી ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદના કારણે એક પણ બોલ ફેંકાઈ શકી નહતી. જેને કારણે આ મેચ ડ્રો થઈ હતી. જો કે, ભારતીય ટીમે 1-0થી સીરિઝ જીતી છે. જે બાદ ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરતા જોવા મળ્યા હતા. જેના ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે, ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝના યુવા બેટ્સમેન એલિક એથાંજેને ટિપ્સ આપી રહ્યા છે, જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડીઝના યુવા બોલરને બોલિંગની ટિપ્સ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

અત્યારે સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં વિરાટ કોહલી યુવા બેસ્ટ્સમેનને જ્યારે રવિન્દ્ર જાડેજા યુવા બોલરને ટિપ્સ આપી રહ્યા છે.


મોહમ્મદ સિરાઝ બન્યા પ્લેયર ઓફ ધ મેચ

ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટની વાત કરવામાં આવે તો, ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાઝ પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે. વેસ્ટ ઈન્ડીઝની પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ સિરાઝે 5 વિકેટ લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 438 રન બનાવ્યા હતા. જે બાદ જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ માત્ર 255 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે બીજી ઈનિંગ 2 વિકેટના નુકસાને 181 રન પર ડિક્લેર કરી હતી. જેથી વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમે 2 વિકેટના નુકસાને 76 રન બનાવ્યા હતા. જે બાદ વરસાદ થયો હતો. જેથી બીજી ટેસ્ટ ડ્રો થઈ હતી.

  • Follow us on: