- રોહિત શર્માના નામે નવો રેકોર્ડ
- ઝડપી ડબલ ડિજિટ પાર કરવાનો રેકોર્ડ
- અશ્વિનના નામે પણ બન્યો નવો રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યારે પોર્ટ ઓફ સ્પેનમાં બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં રોહિત શર્માએ 80 રન અને બીજી ઈનિંગમાં 57 રન બનાવ્યા છે. આ સાથે જ રોહિત શર્માએ મહેલા જયવર્ધનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
રોહિત શર્માએ બનાવ્યો આ રેકોર્ડ
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 143 બોલમાં 80 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તેમણે T-20 જેવી બેટિંગ કરી હતી. બીજી ઈનિંગમાં રોહિત શર્માએ માત્ર 44 બોલમાં 57 રન બનાવ્યા છે. આ સાથે જ તે 30મી વખત સૌથી ઝડપી ડબલ ડિજિટનો આંકડો પાર કરનારા ખેલાડી બન્યા છે. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફાસ્ટ ડબલ ડિજિટનો આંકડો પાર કરનારા ખેલાડી બન્યા છે. અત્યાર સુધી આ રેકોર્ડ મહેલા જયવર્ધનના નામે હતો.
ટેસ્ટમાં સૌથી ઝડપી ડબલ ડિજિટ પાર કરનારા ખેલાડી
રોહિત શર્મા- 30
મહેલા જયવર્ધન- 29
લેહ હટ્ટન- 25
રોહન કનહાઈ- 25
અશ્વિને પોતાના નામે રેકોર્ડ કર્યો
પોર્ટ ઓફ સ્પેનમાં રમાતી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. અત્યાર સુધી અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 712 વિકેટ લીધી છે. આ રેકોર્ડમાં અનિલ કુંબલે 956 વિકેટ સાથે નંબર 1 પર છે, જ્યારે હરભજનસિંહ 711 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.
બીજી ટેસ્ટ રોમાંચક
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાતી બીજી ટેસ્ટ ખૂબ રોમાંચક બની છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો છે. જે બાદ ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધી વેસ્ટ ઈન્ડીઝ ટીમે 2 વિકેટના નુકસાને 76 રન બનાવ્યા છે. હવે પાંચમાં અને છેલ્લા દિવસે ભારતને જીત માટે 8 વિકેટની જરૂર છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝને જીત માટે 289 રનની જરૂર છે.