• ટીમ ઈન્ડિયાના નામે નવો રેકોર્ડ
  • 5.3 ઓવરમાં બનાવ્યા 50 રન
  • 12.2 ઓવરમાં બનાવ્યા 100 રન

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં અનેક મોટા રેકોર્ડ બન્યા છે અને અનેક રેકોર્ડ તૂટ્યા પણ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતીય બેસ્ટમેનોએ T-20 જેવી બેટિંગ કરી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રોહિત શર્માએ બનાવ્યા 57 રન

બીજી ઈનિંગમાં ભારત માટે જયસવાલે 30 બોલમાં 1 સિક્સ અને 4 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. સાથે કેપ્ટન રોહિત શર્માએ 44 બોલમાં 57 રનની ઈનિંગ રમી હતી. હિટમેને આ દરમિયાન 5 ફોર અને 3 સિક્સ ફટકાર્યા હતા. જે બાદ ઈશાન કિશને માત્ર 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. ઈશાનના બેટથી 4 ફોર અને 2 સિક્સ જોવા મળ્યા હતા, ઉપરાંત શુભમન ગિલ 37 બોલમાં 29 રન સાથે અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમે સૌથી ઝડપી 100 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં માત્ર 12.2 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ પહેલા શ્રીલંકાના નામે હતો. શ્રીલંકાએ 2001માં બાંગ્લાદેશ વિરુદ્ધ 13.2 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. આ રેકોર્ડના લિસ્ટમાં ત્રીજા નંબરે ઈંગ્લેન્ડ છે. ઈંગ્લેન્ડે 1994માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 13.3 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.

ભારતે 5.3 ઓવરમાં બનાવ્યા 50 રન

આ પહેલાં ભારતીય ટીમે માત્ર 5.3 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં સૌથી ઝડપી 50 રન બનાવવામાં ટીમ ઈન્ડિયા ચોથા નંબરે આવી છે. આ પહેલાં 2008માં પણ ટીમ ઈન્ડિયાએ 5.3 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. આ રેકોર્ડના લિસ્ટમાં ઈંગ્લેન્ડ નંબર 1 પર છે. ઈંગ્લેન્ડની ટીમે 1994માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 4.3 ઓવરમાં 50 રન બનાવ્યા હતા.

  • Follow us on: