• ટેસ્ટમાં ચાલ્યો અશ્વિનનો જાદૂ
  • વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટનને આઉટ કર્યા
  • ભારતે ઈનિંગ ડિક્લેર કરી

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ મેચમાં જીત માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મેજબાન ટીમે 2 વિકેટના નુકસાને 76 રન બનાવ્યા છે. ચંદ્રપોલ 24 અને બ્લૈકવુડ 20 રને અણનમ રહ્યા છે. હવે વેસ્ટ ઈન્ડીઝે ટેસ્ટ મેચના 5માં દિવસે જીત માટે 289 રન બનાવવા પડશે. બીજી તરફ ભારતીય ટીમને જીતવા માટે 8 વિકેટની જરૂર છે.
મેચમાં વરસાદ બની શકે વિઘ્ન

વેસ્ટ ઈન્ડીઝે બીજી ઈનિંગમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને ડેબ્યૂ મેચ રમનારા કિર્ક મૈકેંજીની વિકેટ ગુમાવી છે. બંને ખેલાડીઓને ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને આઉટ કર્યા છે. રમતના 5માં દિવસે વરસાદની આગાહી કરવમાં આવી છે. જેના કારણે ભારતીય ટીમે જલ્દી વેસ્ટ ઈન્ડીઝ ટીમને આઉટ કરવાની જરૂર રહેશે. ભારત જો આ મેચ જીતશે તો તે ટેસ્ટ સીરિઝ પર 2-0થી કબ્જો કરી લેશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારતે ડોમિનિકા ટેસ્ટમાં ઈનિંગ અને 141 રને જીત મેળવી હતી.

સિરાઝનો ચાલ્યો હતો જાદૂ

ડોમિનિકાના ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ચોથા દિવસની શરૂઆતમાં 229 રને 5 વિકેટ ગુમાવી હતી. જે બાદ 26 રનમાં બીજી 5 વિકેટ ગુમાવી હતી. એટલે કે, વેસ્ટ ઈન્ડીઝ પ્રથમ ઈનિંગમાં માત્ર 255 રન બનાવી શકી હતી અને ભારતને 183 રનની લીડ મળી હતી. આ મેચમાં સિરાઝે વેસ્ટ ઈન્ડીઝના 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

ઈશાન કિશાને ફિફ્ટી ફટકારી

શુભમન ગિલ અને ઈશાન કિશને મળીને 63 રન બનાવ્યા હતા. જે બાદ રોહિત શર્માએ બીજી ઈનિંગ ભારતની 2 વિકેટ પર 181 રને ડિક્લેર કરી દીધી હતી. વિકેટકિપર બેસ્ટમેન ઈશાન કિશને 34 બોલ પર અણનમ 52 રન બનાવ્યા હતા. જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતા. સાથે ગિલે એક ફોરની મદદથી અણનમ 29 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ 181 રન માત્ર 24 ઓવરમાં બનાવ્યા હતા.

  • Follow us on: