• કપિલ દેવનો રેકોર્ડ આજે પણ કાયમ
  • રન આઉટમાં ન ગુમાવી વિકેટ
  • કોહલી 3 વખત થયો આઉટ

ક્રિકેટની રમતમાં અનેક ક્રિકેટરો રન આઉટ થતા હોય છે. અમુક ખેલાડી ખાતું ખોલ્યા વિના રન આઉટ થતા હોય છે, ત્યારે અમુક ખેલાડીઓ 99 રને પહોંચીને પણ રન આઉટ થતા હોય છે, ત્યારે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પોતાના કરિયરમાં એક પણ વખત રન આઉટ થયા નથી.

કપિલ દેવ નથી થયા રન આઉટ
ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવ પોતાના કરિયરમાં એક પણ વખત રન આઉટ થયા નથી. કપિલ દેવ ભારત માટે 131 ટેસ્ટ મેચ અને 225 વનડે મેચ રમ્યા છે. આમ છતાં તે પોતાના કરિયરમાં એક પણ વખત રન આઉટ થયા નથી.

કપિલ દેવનું પ્રદર્શન
કપિલ દેવ પોતાના કરિયરમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમ્યા છે. જેમાં તેમણે 131 ટેસ્ટ મેચમાં કુલ 5 હજાર 248 રન બનાવ્યા છે. સાથે જ 225 વનડે મેચમાં 3 હજાર 783 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 434 વિકેટ લીધી છે, જ્યારે વનડે મેચમાં તેમણે 253 વિકેટ લીધી છે.

વિરાટ કોહલીએ માત્ર 3 વખત વિકેટ ગુમાવી
વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં આવે છે. તેમણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. જો કે, તે પોતાની ઈનિંગમાં 121 રન બનાવીને રન આઉટ થયા હતા. આ સાથે જ વિરાટ કોહલી ટેસ્ટ કરિયરમાં માત્ર 3 વખત રન આઉટ થયા છે.

વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલી પોતાના કરિયરમાં 111 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં તેમણે 8 હજાર 676 રન બનાવ્યા છે. તેમણે 29 સદી અને 7 બેવડી સદી ફટકારી છે. સાથે જ વિરાટ કોહલી 274 વનડે મેચ રમ્યા છે. જેમાં તેમણે 12 હજારથી પણ વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 46 સદી ફટકારી છે.

  • Follow us on: