• આજથી ઈન્ડિયા-વેસ્ટઈન્ડીઝ સીરિઝ શરૂ
  • મુકેશ કુમારે વનડેમાં કર્યું ડેબ્યૂ
  • અગાઉ ટેસ્ટમાં કર્યું હતું ડેબ્યૂ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 સીરિઝનો પ્રથમ મેચ શરૂ થઈ છે. આ મેચ બારબાડોસમાં રમવામાં આવી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી મુકેશ કુમારે ડેબ્યૂ કર્યું છે. મુકેશ આજે પોતાના કરિયની પ્રથમ આંતરાષ્ટ્રીય મેચ રમશે. આ અગાઉ મુકેશ કુમારે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કર્યું હતું.

BCCIએ આપી માહિતી

મુકેશ કુમારે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં આજે ડેબ્યૂ કર્યું છે. મુકેશ કુમારના ડેબ્યૂ અંગે BCCIએ માહિતી આપી છે. BCCIએ મુકેશ કુમારનો ફોટો ટ્વીટ કર્યો છે. જેમાં BCCIએ લખ્યું કે, મુકેશ કુમાર ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવા તૈયાર છે.


ફાસ્ટ બોલર છે મુકેશ કુમાર

મુકેશ કુમાર ઘરેલૂ મેચમાં બંગાળ માટે રમે છે. આ સાથે તે રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમ માટે પણ રમી ચૂક્યા છે. મુકેશના ઘરેલૂ મેચનું પ્રદર્શન જોઈને તેમને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેમણે એક મેચમાં 2 વિકેટ લીધી હતી.

  • Follow us on: