- રોહિત શર્માને ડેબ્યૂ મેચ યાદ આવી
- પહેલા 7માં નંબરે બેટિંગ કરતો હતો રોહિત
- 2013થી ઓપનિંગ શરૂ કર્યું
ભારતીય ટીમે 3 વનડે મેચની સીરિઝના પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને 5 વિકેટે હરાવ્યું છે, પરંતુ આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના 7માં નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. જેથી રોહિત શર્માના લોઅર ઓર્ડર બેટિંગ કરવાની ચર્ચા શરૂ થઈ છે. આ તમામ વચ્ચે રોહિત શર્માએ પોતાની ડેબ્યૂ મેચને યાદ કરી છે.
રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ 7માં નંબરે બેટિંગ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ નંબર પર બેટિંગ કરવાથી મને મારી ડેબ્યૂ મેચ યાદી આવી છે. મેં જ્યારે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે હું 7માં નંબરે બેટિંગ કરતો હતો. આ મેચમાં હું 7માં નંબરે બેટિંગ કરવા આવ્યો એટલે મને મારી ડેબ્યૂ મેચ યાદ આવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા રોહિત શર્મા લોઅર ઓર્ડર પર બેટિંગ કરતા હતા. વર્ષ 2013થી રોહિત શર્માએ ઓપનિંગ કરવી શરૂ કરી હતી.
ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં લોઅર ઓર્ડર પર બેટિંગ કરવા આવેલા રોહિત શર્માએ 19 બોલ પર અણનમ 12 રન બનાવ્યા હતા. તેમણે પોતાની ઈનિંગમાં 4 ફોર પણ ફટકાર્યા હતા. આ ઉપરાંત કિંગ કોહલી બેટિંગ કરવા આવ્યા જ નહતા. ઈશાન કિશને સૌથી વધુ 46 બોલ પર 52 રન કર્યા હતા. જેમાં તેમણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે સીરિઝની બીજી મેચ 29 જુલાઈએ બારબાડોસમાં રમવામાં આવશે.